મોદી સરકારના મંત્રીઓને કરવો પડ્યો હારનો સામનો, સૌથી વધુ મંત્રી ઉત્તર પ્રદેશમાં
ખાસ-ખબર ન્યૂઝ નવીદિલ્હી
લોકસભા ચૂંટણી 2024માં જનતાએ ગઉઅને બહુમતી આપી છે. ત્યારે દેશમાં ફરી એકવાર ભાજપના નેતૃત્વમાં ગઉઅની સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. લોકસભા ચૂંટણી 2024માં કુલ 23 પૂર્વ મુખ્યમંત્રીઓએ ચૂંટણી લડી હતી. જેમાંથી 15ને જીત મળી છે જ્યારે 8ને હારનો સામનો કરવો પડ્યો છે.એકપણ પાર્ટીને બહુમત મળ્યું નથી.આ ચૂંટણીમાં મોદી સરકારના ઘણા મંત્રીઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં સૌથી વધુ મંત્રી ઉત્તર પ્રદેશમાંથી છે.
સ્મૃતિ ઈરાનીઉત્તર પ્રદેશનાના અમેઠીમાં મોટો અપસેટ સર્જાયો છે. અહીં કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને હારનો સામનો કરવો પડ્યો છે.
મહેન્દ્ર નાથ પાંડેયુપીના ચંદૌલીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડે ચૂંટણી હારી ગયા છે. સપા ઉમેદવાર વીરેન્દ્ર સિંહે મહેન્દ્ર નાથ પાંડેને 21565 હજાર મતોથી હરાવ્યા છે.
- Advertisement -
રાજીવ ચંદ્રશેખર કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર સામે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ચૂંટણી હારી ગયા છે.
અર્જુન મુંડા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને ઝારખંડના ખુંટીથી હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં કોંગ્રેસના કાલી ચરણ મુંડાની જીત થઈ છે.
કૈલાશ ચૌધરી રાજસ્થાનની બાડમેર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીની હાર થઈ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદાવાર રામ બેનીવાલે કૈલાશ ચૌધરીની જીત થઈ છે.
સાધ્વી નિરંજન જ્યોતિ ઉત્તર પ્રદેશના ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં સપાના નરેશ ચંદ્ર ઉત્તમ પટેલે સાધ્વીને માત આપી છે.
સંજીવ કુમાર બાલિયાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી કેન્દ્રીય મંત્રી સંજીવ કુમાર બાલિયાનને સપાના હરેન્દ્ર સિંહ મલિક સામે હારનો સામનો કરવો પડ્યો છે.
અજય મિશ્રા ટેની ઉત્તર પ્રદેશના ખેરીથી બે વખતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીની હાર થઈ છે. સપા ઉમેદવાર ઉત્કર્ષ વર્માએ અજય મિશ્રા ટેની સામે જીત મેળવી છે.
આરકે સિંહ બિહારના આરાથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આરકે સિંહ ચૂંટણી હારી ગયા છે. અહીં ઈઙઈંખના ઉમેદવાર સુદામા પ્રસાદની જીત થઈ છે.
કૌશલ કિશોર ઉત્તર પ્રદેશના મોહનલાલગંજથી સપા ઉમેદવાર આરકે ચૌધરી સામે ભાજપના કૌશલ કિશોરની હાર થઈ છે.
ભાનુ પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશના જાલૌનથી ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ભાનુ પ્રતાપ સિંહ સપાના નારાયણ દાસ અહિરવારે સામે ચૂંટણી હારી ગયા છે.
નિસિથ પ્રામાણિક બંગાળના કૂચ બિહારથી ટીએમસીના જગદીશ ચંદ્ર વસુનિયા સામે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિકની હાર થઈ છે.