વેકેશન દરમ્યાન વાચકોનો ધસારો: છેલ્લા મહિનામાં લાઇબ્રેરીઓમા ૨૭૪૩૩ વાચકોએ વાંચનનો લાભ લીધો
રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી કુલ ૦૬ પુસ્તકાલયમાં છેલ્લા એક માસમાં ૨૧૬ નવા સભ્યો નોંધાયા હતા. આ સાથે કુલ સભ્ય સંખ્યા ૩૨૦૪૯ થઇ છે. જયારે આ જ સમયગાળા દરમ્યાન ઉપરોક્ત પુસ્તકાલયોમાં કુલ ૨૭૪૩૩ વાંચકોએ વાંચનનો લાભ લીધો હતો.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય (શ્રોફ રોડ), બાબુભાઈ વૈધ લાયબ્રેરી (પેરેડાઈઝ હોલ સામે), પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય (કેનાલ રોડ), ડો. આંબેડકર ભવન લાઈબ્રેરી (જિલ્લા ગાર્ડન), હરતું ફરતું પુસ્તકાલય મોબાઈલ વાન યુનિટ -૧ તથા યુનિટ -૨ તેમજ મહાનગરપાલિકા સંચાલિત બે વાંચનાલય મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને મહિલા વાંચનાલય (નાનામવા સર્કલ) કાર્યરત છે તમામ પુસ્તકાલયમાં કુલ સભ્ય સંખ્યા ૩૨૦૪૯ છે તેમજ ૨૪૧૦૭૮ પુસ્તકો, મેગેઝીનો, સીડી-ડીવીડી અને ટોયઝ ઉપલબ્ધ છે.
- Advertisement -
લાયબ્રેરીઓમા દિવાળી વેકેશનને લઈને સભ્યો અને મુલાકાતીઓની સંખ્યા વધતા લાયબ્રેરીના સભ્યોની ડીમાન્ડ મુજબના નવા ૧૨૦૦ પુસ્તકો જેવા કે સાહિત્ય, નવલકથા, વિધાથી ભાઈઓ તથા બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો તથા બાળકો માટે નવી સ્ટોરી બુક ઈસ્યુમાં મુકવામાં આવેલ છે.
- Advertisement -
જેનો આ લાયબ્રેરીનાં મેમ્બરો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે, તેમજ બાળકો માટેના ટોયઝ વિભાગમાં રોજનું એક નવું ટોયઝ, ગેમ્સ, પઝલ્સ મુકવામાં આવેલ છે, જેથી બાળકો નવા ટોયઝનો લાભ લઈ શકે તેમજ મલ્ટી મીડિયા વિભાગમાં નવી સીડી – ડીવીડી મુકવામાં આવેલ છે. આ સુવિધાનો બધા મેમ્બરો વધુમાં વધુ લાભ લઈ તેનો ઉપયોગ કરે છે. છેલ્લા એક માસ દરમ્યાન આ લાયબ્રેરીઓમાં ૨૭૪૩૩ જેટલા લાયબ્રેરીના સભ્યો તથા મુલાકાતીઓએ લાયબ્રેરીનો લાભ લીધેલ છે
એક માસમાં ૨૧૬ નવા સભ્યો જોડાયા છે. મહાનગરપાલિકા સંચાલિત વિવિધ વિસ્તારમાં આવેલ લાયબ્રેરીઓમાં શહેરીજનો લાભ ઉઠાવે અને તેની જરૂરિયાત મુજબનાં પુસ્તકો, ટોયઝ, સીડી-ડીવીડીનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ તરફથી કરવામાં આવી રહેલ છે.