જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઇ કાલે 7મી નવેમ્બરે આશરે 218 ફોર્મનો ઉપાડ થયો હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
જો કે એકપણ નામાંકન ફોર્મ હજુ સુધી ભરાઈને આવ્યું નથી. 68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે 26 ઉમેદવારી ફોર્મ, 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 18 ફોર્મ, 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા માટે 27 ફોર્મ, 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે 10 ફોર્મ, 72-જસદણ વિધાનસભા બેઠક માટે 14 ફોર્મ, 73-ગોંડલ વિધાનસભા બેઠક માટે 20 ફોર્મ, 74-જેતપુર વિધાનસભા માટે 21 ફોર્મ, 75-ધોરાજી વિધાનસભા બેઠક માટે 06 ફોર્મ મળીને 142 ફોર્મનો ઉપાડ થયો હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.
- Advertisement -
બે દિવસમાં આશરે 218 જેટલા ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. હજુ સુધી એકપણ નામાંકન ભરાઈને આવેલું નથી.