આજે 29 સપ્ટેમ્બર એટલે વિશ્ર્વ હૃદય દિવસ
રાજ્યમાં હૃદય સંબંધી બીમારીમાં 57 ટકા પુરુષ : દૈનિક 223 કેસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે 29 સપ્ટેમ્બર એટલે વિશ્વ હૃદય દિવસ. કોરોના પછી કેટલીક બીમારી અને તે બીમારીથી થતા મૃત્યુમાં ચિંતાજનક વધારો થયો છે જેમા હાર્ટ એટેક પ્રમુખ સ્થાને છે રાજ્યમાં 2020માં હૃદયની ઈમરજન્સીના કુલ 38,386 કેસ નોંધાયા હતા અને તેની સામે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં જ 62,039 કેસ નોંધાઇ ચૂક્યા છે માત્ર રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં 203 લોકોના હૃદય રોગના હુમલાથી મૃત્યુ નિપજ્યા છે.
આ વર્ષે રાજ્યમાં પ્રતિ દિવસે હૃદયની ઈમરજન્સીના સરેરાશ 232 કેસ નોંધાય છે જેમાં 57 ટકા પુરુષોનો સમાવેશ થાય છે ત્યારે હૃદયને લગતી ઈમરજન્સીના કેસ સતત ચિંતા વધારી રહ્યા છે. રાજકોટ સહીત રાજ્યભરમાં દિવસે ને દિવસે હાર્ટએટેકથી મૃત્યુના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે ગુજરાતમાં આ વર્ષે રોજના સરેરાશ 232 લોકોને હૃદયની સમસ્યા માટે 108ની મદદ લેવી પડે છે. આ સ્થિતિ પ્રમાણે ગુજરાતમાંથી વર્ષના અંતે 84,680 લોકોને હૃદયની સમસ્યા માટે ઈમરજન્સી સેવાની મદદ લેવી પડી શકે છે. ત્રણ વર્ષમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ, સુરત અને રાજકોટ મોખરે છે રાજકોટમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુના કેસોમાં પણ વધારો નોંધાયો છે ચાલુ વર્ષે 203 લોકોના હાર્ટએટેકથી મૃત્યુ થયા છે મોટાભાગના કેસોમાં હાર્ટ એટેક આવ્યા બાદ જે તે વ્યક્તિ બેભાન થઇ ઢળી પડે છે તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવે છે પરંતુ તેનો જીવ બચાવી શકાતો નથી કારણકે હૃદય રોગનો હુમલો એટલો તીવ્ર હોય છે કે તેને સારવાર મળે તે પૃર્વે જ તેનું હૃદય બંધ થઇ ગયું છે તબીબોની ભાષામાં મેજર એટેક કહેવામાં આવે છે.
ગુજરાતમાં હૃદય સંબંધી કેસમાં 15%નો વધારો
108 પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 52,973 કેસ નોંધાયા હતા જેની સામે આ વર્ષે આ જ સમયગાળા સુધી 62 હજાર લોકોને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી હતી ઈમરજન્સીના કેસમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે. 2023થી સપ્ટેમ્બર 2025 સુધી ગુજરાતમાં 1,98,596 લોકોને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી છે અને તેમાંથી 85,065 એટલે કે 42.80 ટકા મહિલા-1,13,468 એટલે કે 57.20 ટકા પુરુષો છે.
- Advertisement -
રાજકોટમાં ક્યાં મહિનામાં કેટલા લોકોના મૃત્યુ
જાન્યુઆરી 30
ફેબ્રુઆરી 29
માર્ચ 22
એપ્રિલ 22
મે 16
જૂન 23
જુલાઈ 28
ઓગષ્ટ 11
સપ્ટેમ્બર 22



