તહેવારોને ધ્યાને લઇ રાજકોટ ST આજથી 50 એકસ્ટ્રા બસ દોડાવશે
રાજકોટ અને મોરબી ટ્રાફિક પ્રમાણે વધારાની બસ મુકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રક્ષાબંધન અને જન્માષ્ટમીના મહત્ત્વપૂર્ણ તહેવારોમાં મુસાફરોને પૂરતા પ્રમાણમાં પરિવહન સેવાઓ મળી રહે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ એસ.ટી. વિભાગે આજથી જુદા જુદા લાંબા અંતરની દિશાઓમાં 50 વધારાની બસ દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાંથી સોમનાથ. દ્વારકા અને ઘેલા સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ જવા માટે ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંબાજી, જામનગર, જૂનાગઢ સહિતના રૂટ પર જઝ નિગમ 50 એક્સ્ટ્રા બસ દોડાવશે.
દર વર્ષે તહેવારોમાં એસ.ટી. નિગમ યાત્રિકોના ટ્રાફિકને પહોંચી વળવા માટે વધારાની બસની વ્યવસ્થા કરતું હોય છે. આ વર્ષ પણ જન્માષ્ટમી અને શ્રાવણ માસમાં એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવનાર છે. વધારાની બસમાં દેવભૂમિ દ્વારકા રૂટ પર 20 બસ, સોમનાથ જવા માટે 15 બસ, અમદાવાદ જવા માટે 10 બસ અને ઘેલા સોમનાથ જવા માટે 5 બસનો સમાવેશ થાય છે. આ એક્સ્ટ્રા બસ શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળોએ ઊમટી પડતાં શ્રદ્ધાળુઓ માટે પરિવહનને વધુ સરળ અને સુલભ બનાવશે. આ વ્યવસ્થાથી યાત્રાળુઓને મુસાફરીમાં પડતી અગવડતામાં ઘટાડો થશે અને તેઓ સરળતાથી ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. મુસાફરો ૂૂૂ.લતિભિં.શક્ષ પર ટિકિટ બુકિંગ કરી શકે છે.