અમિત શાહના પ્રવાસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બે-બે અથડામણ થઈ છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચિત્રગામ વિસ્તારમાં અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પટ્ટનમાં અથડામણ ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. ગૃહમંત્રી અમિત શાહની આ વિસ્તારની મુલાકાત પહેલા બારામુલ્લાના પટ્ટન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. પોલીસે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.
- Advertisement -
સુરક્ષા દળોને આતંકીઓની હાજરી વિશે મળી ચોક્કસ માહિતી
વધુ એક ટ્વિટમાં પોલીસે કહ્યું કે, ”બારામુલ્લાના યેદિપોરાના પટ્ટન વિસ્તારમાં અથડામણ શરૂ ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે.” આપને જણાવી દઈએ કે, પોલીસ અને સુરક્ષા દળોને તે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો.
J&K | An encounter underway between terrorist(s) & security forces at the Chitragam area of Shopian: Police
(Visuals deferred by unspecified time) pic.twitter.com/o89MeZmVyV
- Advertisement -
— ANI (@ANI) September 30, 2022
3 ઓક્ટોબરે સાંજે જમ્મુ પહોંચશે અમિત શાહ
આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમની માહિતી આપતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાએ કહ્યું કે અમિત શાહ 3 ઓક્ટોબરની સાંજે જમ્મુ પહોંચશે અને પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરશે. બીજા દિવસે તેઓ રઘુનાથ મંદિર જશે. તે જ દિવસે રાજૌરીમાં ભાજપની રેલીને સંબોધશે અને મોડી સાંજે શ્રીનગર જવા રવાના થશે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે બારામુલ્લામાં પાર્ટીની વધુ એક રેલીને સંબોધિત કરશે.
આ પહેલા 30 સપ્ટેમ્બરે આવવાના હતા જમ્મુ
તમને જણાવી દઈએ કે, અમિત શાહ પહેલીવાર શ્રીનગરની બહાર કોઈ રેલીને સંબોધિત કરશે. રિપોર્ટ્સ અનુસાર, આ પહેલા તેઓ 30 સપ્ટેમ્બરે કેન્દ્રશાસિત પ્રદેશની ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચવાના હતા અને 1 ઓક્ટોબરે રાજૌરી અને 2 ઓક્ટોબરે બારામુલ્લામાં જાહેર સભાઓ યોજવાની હતી. જમ્મુ-કાશ્મીરના ભાજપ અધ્યક્ષ રવિન્દર રૈનાએ કાર્યક્રમમાં ફેરફારની જાણકારી આપી છે.
J&K | An encounter broke out at Yedipora, Pattan area of Baramulla. Police and security forces are on the job. Further details shall follow: Police
— ANI (@ANI) September 29, 2022
DGP દિલબાગ સિંહે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક
રાજૌરી અને બારામુલ્લાની મુલાકાતે આવેલા પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું કે, અમિત શાહના પ્રવાસ પહેલા તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જમ્મુના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહ સાથે રાજૌરીની મુલાકાત લીધી અને અમિત શાહના પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ પહેલા ડીજીપી દિલબાગ સિંહ ઉત્તર કાશ્મીરના બારામુલ્લાની મુલાકાતે પણ ગયા હતા.