કાર ચાલક સામે નોંધાયો ગુનો: ગાંધીધામથી દ્વારકા દર્શન કરવા જતા હતાં: 13 વર્ષના બાળકનો બચાવ: બસ ડ્રાઇવરે ફરિયાદ નોંધાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબીના ખારચિયા ગામ નજીક ગઈકાલે સવારે રોડ સાઈડમાં ઊભેલ એસટી બસની પાછળ અર્ટીકા કાર અથડાઈ હતી. જેથી કરીને કારમાં બેઠેલા લોકોમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યાં છે અને ત્રણ લોકોને ઇજા થવાથી તેને મોરબી અને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ હતા.
કચ્છના ગાંધીધામ ખાતે આવેલા બાલાજી મંદિર ખાતે શરણાઈ સહિતના વાજિંત્રો વગાડવાનું કામ કરતા પાંચેક લોકો તથા એક બાળક સાથે અર્ટીકા કારમાં ગાંધીધામથી દ્વારકા દર્શન કરવા માટે જતા હતા.તેવામાં ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં તેઓની કાર મોરબી તાલુકાનાં ખારચીયા ગામ પાસે રોડ સાઈડમાં ઊભેલ એસટીની બસની પાછળના ભાગે અથડાઇ હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. અને તેના વિડીયો પણ વાઇરલ થયેલ હતો. આ બનાવમાં કારમાં બેઠેલા લોકોમાંથી રામાનુજા જગન્નાથ પંચાંગમ ચારૂલ (53) રહે. મૂળ આંધ્રપ્રદેશ હાલ રહે. બાલાજી મંદિર ગાંધીધામનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કાસૈયા રામુલુ રોમ્પલી (67) રહે. મૂળ આંધ્રપ્રદેશ હાલ રહે.બાલીજી મંદિર ગાંધીધામ (કચ્છ) ને સારવાર માટે મોરબી સિવિલે લાવ્યા હતા ત્યાં ટૂંકી સારવારમાં તેનું મોત નિપજ્યું હતું.
- Advertisement -
કારના ડ્રાઇવર કૃણાલ પ્રકાશભાઈ અશ્વિની (24) રહે.ગોપાલનગર આદિપુર (કચ્છ) તેમજ અજનાર લચ્છુત (46) અને ધાલૈયા ક્રિષ્નામૂર્તિ નવીરી (44) રહે. બંને મૂળ વિશાખાપટ્ટનમ હાલ ગાંધીધામ બાલાજી મંદિર વાળાને ઇજા થતાં તેઓને મોરબી અને રાજકોટ સારવાર માટે લઈ ગયા હતા. અને આ કારમાં બેઠેલા 13 વર્ષના એક બાળકને કોઈ ઇજા થયેલ ન હતી.અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતાં બીટ વિસ્તારના જમાદાર એમ.પી.ઝાલાએ પ્રાથમિક તપાસ કરી હતી અકસ્માતના આ બનાવ સંદર્ભે જામનગરના રામેશ્વર નવાગામ ખાતે રહેતા એસટી બસના ડ્રાઇવર દિલીપકુમાર દેવશંકર જોશી (44) એ કાર નં જીજે 39 પી 7361 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ પીએસઆઇ એ.બી.મિશ્રા ચલાવી રહ્યા છે.સામાકાંઠા વિસ્તારમાં રહેતો વિરલ મનસુખભાઈ પાડલીયા નામનો 35 વર્ષનો યુવાન બાઈકમાં જતો હતોત્યારે છોટાહાથી સાથે અથડામણ થતા ઇજા પામતા 108 વડે તેને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.