– સર્ચ ઓપરેશન ચાલુ
-પુંછ વિસ્તારમાં પુર્વ ધારાસભ્યના ઘર પર ગોળીબાર
- Advertisement -
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આગળ વધી રહી છે તે સમયે જ જમ્મુમાં આજે બે બોમ્બ વિસ્ફોટ થયા છે જેમાં ઓછામાં ઓછા આઠ લોકોને ઈજા થઈ હોવાનું માનવામાં આવે છે. જો કે આ બંને બોમ્બ વિસ્ફોટ અલગ અલગ સ્થાનો પર થયા હતા. જમ્મુના નરવાલ ક્ષેત્રમાં આજે સવારે આ ઘટના બની હતી.
J&K | Forensics team collects samples from Narwal in Jammu as a part of their investigation. Twin blasts occurred here this morning, injuring at least 6 people. pic.twitter.com/v8J0RVKnO1
— ANI (@ANI) January 21, 2023
- Advertisement -
જેમાં પોલીસે તુર્તજ કાર્યવાહી કરીને ઈજાગ્રસ્તોને હોસ્પીટલ પર ખસેડાયા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જો કે આ વિસ્તારમાંથી પસાર થવાની ન હતી તેમ છતાં યાત્રાને ધ્યાનમાં લઈને સુરક્ષા વધારાઈ છે. તમામ છ ઈજાગ્રસ્તોમાં એક કે બે લોકોની હાલત ગંભીર માનવામાં આવે છે. આ બોમ્બ વિસ્ફોટમાં એક રહેણાંક મકાનોમાં તિરાડો પડી ગઈ હતી અને આસપાસમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.
J&K | Senior officials of the Army reach the spot in Narwal of Jammu where two explosions occurred today. pic.twitter.com/WeBKCoDeOD
— ANI (@ANI) January 21, 2023
આ વિસ્ફોટમાં કયાં પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ થયો તે અંગે હજુ માહિતી મેળવાઈ રહી છે. બીજી તરફ પુંછ વિસ્તારમાં પુર્વ ધારાસભ્ય મહમદ ચૌધરીના નિવાસ પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો જો કે આ સમયે ધારાસભ્ય હાજર ન હતા અને કોઈને ઈજા પણ થઈ નહોતી. પરંતુ ગોળીબારમાં સ્ટ્રીટલાઈટના બલ્બ તૂટી ગયા હતા. તેમજ દીવાલો પર છરાના નિશાન જોવા મળ્યા હતા. સ્થળ પરથી એક બાર બોરની બંદૂક હાથ કરવામાં આવી છે.
J&K | Dog squad carries out investigation in Narwal area of Jammu where two explosions occurred today. pic.twitter.com/gwvG5Nle0Y
— ANI (@ANI) January 21, 2023