પ્રશ્ર્ન પેપર સરળ રહેતા મેરિટ 130થી 140 માર્કસની આસપાસ જાય તેવી શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવાર, 14 સપ્ટેમ્બરના રોજ મહેસૂલી તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં કુલ 1384 સેન્ટર પર લેવાઈ હતી.
- Advertisement -
આ ભરતી માટે રાજ્યભરમાંથી 4.25 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 2.95 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષાનુ પરિણામ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જાહેર કરાશે.
જયારે મેઈન્સ પરીક્ષા 14મી ઓક્ટોબરે જાહેર કરાશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા નિષ્ણાંતે જણાવ્યુ હતુ કે, પ્રશ્ર્ન પેપર સરળ રહેતા મેરીટ 130થી 140 માર્કસની આસપાસ જશે. અગાઉ તલાટીની પરીક્ષાના પેપર ફૂટયા હોવાથી આ વખતે કડક સુરક્ષા વ્યવસ્થા રખાઈ હતી. આ ઉપરાંત જે તે સેન્ટરે પેપર પહોંચવાથી માંડીને પેપર શરૂ થયું હતુ. અને ત્યારબાદ પરીક્ષા લેવાઈ ગઈ ત્યાં સુધી ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓએ સતત મોનિટરિંગ કર્યું હતું. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ પણ અધિકારીઓને ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવા સુચના અપાઈ હતી અને મોબાઈલ પર સદંતર પ્રતિબંધ ફરમાવાયો હતો.
પેપરમાં પૂછાયેલા પ્રશ્ર્નો
કોણે પ્રથમ ભારતીય સેટલાઈટ, આર્ય ભટ્ટના નિર્માણ અને પ્રક્ષેપણ માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો ?
સુક્ધયા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે દીકરીની ઉંમર…. કેટલા છે?
ગુજરાતમાં ક્યાં વિભાગ દ્વારા ’સેમિ ક્ધડક્ટર’ પોલીસી જાહેર કરાઈ છે
શ્વેત ક્રાંતિની શરૂઆત, મેક ઈન ઈન્ડિયા નીતિની શરૂઆત