સારા ભવિષ્ય માટે નોકરિયાત વર્ગના યુવાઓ દેશ છોડી જાય છે
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા 12 વર્ષમાં એટલે કે 2011થી 2022 સુધીમાં 13.86 લાખ લોકોએ ભારતની નાગરિકતાનો છોડી દીધી છે. આમાંથી 7 લાખ અમેરિકામાં સ્થાયી થયા છે. ખાસ વાત એ છે કે નાગરિકતા છોડનારા ભારતીયોમાં કરોડપતિઓની સંખ્યા માત્ર 2.5% છે. એટલે કે, જે લોકોએ નાગરિકતા છોડી દીધી છે, તેમાંથી 97.5% નોકરીયાત વર્ગના યુવાઓ છે, જેઓ સારા ભવિષ્ય અને વધુ સારી તકો માટે વિદેશ જઈ રહ્યા છે.
- Advertisement -
હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 અનુસાર, ભારત છોડીને જતા કરોડપતિઓની સંખ્યામાં ખાસ વધારો થયો નથી. પરંતુ, પ્રોફેશનલ્સમાં વિદેશ જવા માટેની સ્પર્ધા પહેલા કરતા લગભગ બમણી થઈ ગઈ છે.ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે 2010 સુધીમાં નાગરિકતા છોડનારા વાર્ષિક 7%ના દરે વધી રહ્યો હતો. હવે આ દર વધીને 29% થઈ ગયો છે.સંસદમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, 2022માં સૌથી વધુ 2 લાખ 25 હજાર 620 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી હતી. જ્યારે વર્ષ 2021માં 1.63 લાખ લોકોએ તેમની નાગરિકતા છોડી દીધી હતી. 2020 માં, ઓછામાં ઓછા 85 હજાર લોકો વિદેશમાં સ્થાયી થયા. આ સંખ્યા 2010 પછી સૌથી ઓછી હતી, કારણ કે તે સમયે કોરોનાનો સમયગાળો ચાલી રહ્યો હતો. છેલ્લા 12 વર્ષમાં એટલે કે 2011થી 2022 સુધીમાં 13.86 લાખ લોકોએ ભારતની નાગરિકતાનો છોડી દીધી છે.
સારો પગાર અને બિઝનેસ ટેક્સ મુક્તિ માટે વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે
ભારત બેવડી નાગરિકત્વને મંજૂરી આપતું નથી, તેથી જે લોકો બીજા દેશમાં સ્થાયી થવા ઈચ્છે છે તેઓએ તેમની નાગરિકતા છોડી દેવી જરૂૂરી છે. પ્રોફેશનલ્સ માટે અમેરિકા અને બિઝનેસમેન માટે ઓસ્ટ્રેલિયા-સિંગાપોર ટોપ ડેસ્ટિનેશન છે. અહીં નવો બિઝનેસ શરૂૂ કરવા માટે નાગરિકતા લેવા પર શરૂૂઆતના વર્ષોમાં નજીવો ટેક્સ લાગે છે.