– કારમાંથી ગોળીબાર કરતા-કરતા સ્ટોરમાં ઘૂસીને ફાયરીંગ કર્યું
અમેરિકામાં ગન કલ્ચરનો વધુ એક બનાવ બન્યો હોય તેમ મેમફીસ શહેરમાં 19 વર્ષના યુવકે આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના મોત નિપજ્યા હતા. ગોળીબારની ઘટના તેણે ફેસબૂક પર લાઇવ કરતા સુરક્ષા તંત્ર પણ સ્તબ્ધ બની ગયું છે.આ ઘટના બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
- Advertisement -
અમેરિકાના ટેનીસી રાજ્યના મેમફીસ શહેરમાં 19 વર્ષિય યુવકે કારમાંથી આડેધડ ગોળીબાર શરુ કરી દીધો હતો અને તેનું ફેસબૂક પર જીવંત પ્રસારણ પણ કર્યું હતું. ફેસબૂક લાઇવમાં એવું જોવા મળ્યું હતું કે આ યુવક એક સ્ટોરમાં દાખલ થાય છે અને લોકો પર આડેધડ ગોળીબાર કરતાં લાગે છે.
ઘટનાસ્થળેથી ફરાર થતા પૂર્વે વાહનનો પણ અકસ્માત સર્જે છે. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આરોપીની તસવીર જારી કરવામાં આવી હતી અને શહેરના લોકોને ઘરની બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી હતી.
મેમફીસ યુનિવર્સિટીની નજીક જ આ બનાવ બન્યો હોવાને પગલે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને પણ કેમ્પસની બહાર નહીં નીકળવાના આદેશો કરવામાં આવ્યા હતા.ફરાર થઇ ગયેલો યુવક પાડોશી રાજયમાં ઘૂસી ગયો હોવાનું માલુમ પડ્યાને પગલે મોટાપાયે શોધખોળ અભિયાન શરુ કરવામાંઆવ્યું હતું અને છેવટે અર્કસાન્સથી પકડાયો હતો.
- Advertisement -