આ જીત બાદ 19 વર્ષીય કારસોલ અલકેરેઝ વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી પણ બની ગયા છે. જણાવી દઈએ કે બંને ખેલાડીઓ વચ્ચે ફાઇનલ મેચમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી.
યુએસ ઓપન 2022 મેન્સ સિંગલ્સની ફાઇનલ કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) અને કેસ્પર રૂડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં 19 વર્ષના કાર્લોસ અલ્કેરેઝે (Carlos Alcaraz) જીતી મેળવીને ઈતિહાસ રચી દીધો છે. કાર્લોસ અલ્કારાઝએ ફાઈનલ મેચમાં 23 વર્ષીય કેસ્પર રુડેને હરાવ્યો હતો. આ જીત બાદ 19 વર્ષીય કારસોલ અલકેરેઝ વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી પણ બની ગયા છે. જણાવી દઈએ કે બંને ખેલાડીઓ વચ્ચે ફાઇનલ મેચમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી.
- Advertisement -
I'm lost for words at right now! 🏆 I just want to keep dreaming!
📸 Getty Images pic.twitter.com/IyQXjvgamY
— Carlos Alcaraz (@carlosalcaraz) September 12, 2022
- Advertisement -
કાર્લોસ અલ્કેરેઝ એ રચી દીધો ઇતિહાસ
જણાવી દઈએ કે 19 વર્ષના કાર્લોસ અલ્કેરેઝનું આ પહેલું ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. આ ખિતાબ સાથે જ કાર્લોસ અલ્કારાઝ નંબર 1 રેન્ક હાંસલ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના લ્યુટન હેવિટના નામે હતો.
ફાઇનલમાં થઈ હતી શાનદાર ટક્કર
ફાઈનલ મેચમાં અલકેરેઝે નોર્વેના કેસ્પર રૂડને 6-4, 2-6, 7-6 (1), 6-3થી હરાવ્યો હતો. આ જીત સાથે યુએસ ઓપનને પણ 32 વર્ષ પછી સૌથી યુવા ચેમ્પિયન મળ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ 3 કલાક 20 મિનિટ સુધી ચાલી હતી.
CARLOS ALCARAZ IS THE US OPEN CHAMPION pic.twitter.com/hogFduedq0
— US Open Tennis (@usopen) September 11, 2022
પહેલી વખતમાં જ જીતી લીધો ખિતાબ
કાર્લોસ અલ્કારાઝે પહેલી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને પહેલી વખત ટાઇટલ જીતવામાં સફળ રહ્યો હતો. આ મેચ પહેલા કાર્લોસ અલ્કારાઝે સેમિફાઇનલ મેચમાં અમેરિકાના ફ્રાન્સિસ ટિયાફોને હરાવ્યો હતો.