ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લાં 104 સપ્તાહથી પ્રકૃતિ પ્રથમના માધ્યમથી ગિરનાર જંગલમાં પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાન ચલાવવામાં આવે છે, અને અત્યાર સુધીમાં ગિરનાર ઉપરથી તથા ગિરનાર જંગલમાંથી 17 ટન જેટલાં પ્લાસ્ટિકનો નાશ કરાયો છે.
તેમજ છેલ્લા બે વર્ષથી પરિક્રમા તથા શિવરાત્રી મેળા દરમ્યાન મેળામાં આવતા યાત્રાળુઓને પ્લાસ્ટિક ન વાપરવા સમજાવી અને પ્લાસ્ટિકની થેલીઓ લઈને કાપડની થેલીઓ વિતરણ કરવામાં આવે છે. જેનાં અનુસંધાને પરિક્રમામાં આવતા યાત્રાળુઓને કાપડની થેલીઓ વિતરણ કરવામાં આવી હતી, અને અને જંગલમાં પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બોટલો, પાન-માવાના કાગળિયાં સહિત અન્ય પ્લાસ્ટીક જંગલમાં ન વાપરવું તથા જંગલમાં જ્યાં ત્યાં કચરો ન કરવા સમજાવટ સાથે સફાઈ કાર્ય કર્યું હતું. પરિક્રમા દરમ્યાન પરિક્રમા રૂટ ઉપર તેમજ સામાન્ય દિવસોમાં પણ લોકોમાં પર્યાવરણ બચાવ અંગે જાગૃતિ આવે તે માટે નેચર ફર્સ્ટ દ્વારા સતત સક્રિય રીતે કાર્ય કરવામાં આવી રહ્યું છે.