ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
ધનતેરસના દિવસે ફોટોગ્રાફર એસો.ના સભ્યોએ સિદ્ધિ સ્ટુડિયો ખાતે કેમેરાનું પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી.છેલ્લા 16 વર્ષથી ફોટોગ્રાફર એસો.ના સભ્યો દ્વારા પોતાના ધંધા રોજગારના સાધન એવા કેમેરાનું પૂજન કરવામાં આવે છે. ફોટોગ્રાફરો નું કહેવું છે કે સામાન્ય રીતે વેપારીઓ દિવાળીના તહેવારમાં ચોપડા પૂજન કરતા હોય છે અમારા ધંધા વ્યાપારમાં કેમેરાનો ઉપયોગ થતો હોય છે એટલે અમે કેમેરાનું પૂજન કરીએ છીએ અને આ પૂજન લગભગ અમારા સિવાય ક્યાંય થતું નથી. આ અવસરે શાસ્ત્રીજી મનીષભાઈ પેરાણી દ્વારા પૂજન કેળવવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ચોલેરા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજેશભાઈ પુરોહિત, મનીષભાઈ મેઠિયા, ધવલભાઈ સોની અજયભાઈ દયાતર, ભાવિનભાઈ ચાવડા, કરણભાઈ સહિત ફોટોગ્રાફી વ્યવસાય સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળમાં 16માં વર્ષે ફોટોગ્રાફર એસો. દ્વારા ધનતેરસના દિવસે કેમેરાનું પૂજન કરવામાં આવ્યું
