8000 કિ.મી. સફર કરી દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરશે
ખાસ-ખબર સંવાદદાતા
યુપીના ગાઝિયાબાદથી અનોખા ધ્યેય સાથે નીકળેલ યુવાન દ્વાદશ જ્યોતિર્લિંગ અને તીર્થક્ષેત્રોના દર્શન કરવાના સંકલ્પ સાથે 1600કિમી સાઇકલ ચલાવી સોમનાથ આવી પહોંચ્યો હતો.મહાદેવના દર્શન કરી તેણે ધન્યતા અનુભવી હતી. પગભર થાય તે પહેલાં દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા કરવાનો તેનો ધ્યેય છે અને તેના માટે તે મોજ શોખના પૈસા બચાવી યાત્રા કરી છે.આજના આધુનિક યુગમાં યુવાનો જ્યારે અલગ અલગ ક્ધટ્રી કે અન્ય જગ્યાએ ફરવાના સપના સેવતા હોઈ ત્યારે યુપીના ગાઝિયાબાદમાં રહેતો યુવાન રોહિત રાય પોતાની સાઇકલ દ્વારા 10 હજાર કીમિથી વધુનું સફર કરી દ્વાદશ જ્યોતિર્લિંગ તેમજ અન્ય ધાર્મિક સ્થળોના દર્શન કરવા નીકળ્યો છે.તે 1600 કીમીનું અંતર કાપી 24 દિવસે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યો હતો. દાદાના દર્શન કરી તેણે ધન્યતા અનુભવી હતી.ત્યારે અન્ય દર્શનાર્થીઓ પણ આ યુવાનને જોઈ પ્રભાવિત થયા હતા.આવનારા દિવસોમાં હજુ 8000 કિમી સાઇકલ યાત્રા કરી દ્વાદશ જ્યોતિર્લિંગ અને અન્ય ધાર્મિક સ્થળોના દર્શન કરી યાત્રા પૂર્ણ કરશે તેમ રોહિતે જણાવ્યું હતું.