5000 હેકટરમાં તલનું વાવેતર થયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉનાળુ વાવેતરમાં ગતવર્ષની સરખામણીએ 15 ટકાનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ 50000 હેકટરમાં તલનું વાવેતર થયું છે. સમગ્ર મામલે મીડિયાની સાથે કરેલી વાતચીતમાં ખેતીવાડી અધિકારી એ. એન. સોજીત્રાએ વિગતો જણાવી હતી.
- Advertisement -
હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉનાળુ પાકનું વાવેતર શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે કમોસમી વરસાદને લઈ રાજકોટ જિલ્લામાં વાવણી લાયક જમીનમાં વાવેતરમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજકોટ જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ ઓછો પડવાના કારણે હાલ ડેમમાં પાણી ઓછું છે. જેના કારણે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકો જસદણ તાલુકો વિંછીયા તાલુકો રાજકોટ તાલુકો તેમજ પડધરીમાં હાલ ઉનાળુ પાકનું વાવેતર ઓછું જોવા મળી રહ્યું છે.
જિલ્લાના ખેતીવાડી અધિકારી એ. એન. સોજીત્રાનાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના જે ડેમોમાં કેનાલમાં સિંચાઈનું પાણી મળી રહ્યું છે. તે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વાવેતર થતું જોવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં 5,20,000 હજાર હેક્ટર ખેતીલાયક જમીન આવેલી છે. જે પૈકી મગફળીનું વાવેતર 1800 હેક્ટરમાં થયું છે. તલનું વાવેતર 5000 હેક્ટરમાં થયું છે.
મગનું વાવેતર 1800 હેકટરમાં થયું છે. જ્યારે કે ઘાસચારાનું વાવેતર 4300 હેક્ટરમાં થયું છે. શાકભાજીનું વાવેતર 2300 હેક્ટરમાં થયું છે. સરકાર દ્વારા ખેડૂતોને જરૂરી તમામ મદદ પુરી પાડવામાં આવી રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.