આર.એફ.ઓ ભાવેશભાઈ રાદડિયા તથા ફોરેસ્ટર ડેરભાએ રેસ્ક્યુ કરી અજગરને સલામત જંગલમાં છોડી મૂક્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
તાલાલા તાલુકાનાં જંગલમાંથી આંકોલવાડી ગીર ગામના તપોવન વિદ્યા સંકુલ પાસે કદાવર અજગર આવી જતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.સંસ્થાના સ્ટાફે વન વિભાગની કચેરીને જાણ કરતા આંકોલવાડી નાં આર.એફ.ઓ ભાવેશભાઈ રાદડિયા,ફોરેસ્ટર ડેરભાઈ એ સ્ટાફ સાથે બનાવના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.ભારે જહેમત બાદ પકડાયેલ કદાવર અજગર 15 ફૂટ લાંબો હતો.વન વિભાગના સ્ટાફે અજગરને સલામત પકડી જંગલમાં છોડી મૂક્યો હતો.અજગર પકડાઈ જતાં લોકોએ રાહત અનુભવી હતી.