શિવરાત્રી મેળો અને પરિક્રમા દરમિયાન ગુમ થયેલા 39 મોબાઇલ પોલીસે રિકવર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્મ અંતર્ગત અરજદારોને તેમના ફોન, રોકડ, દાગીના, વાહન સહિતનો સામાન પરત કરવાનો કાર્યક્મ એસ.પી.કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના નાગરિકો દ્વારા ફરિયાદોના આધારે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસના આધારે દાગીના, ફોન કબ્જે કરીને નાગરિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસ.પી.હર્ષદ મહેતા અને ડીવાયએસપી નિકિતા શિરોયાની ઉપસ્થિતીમાં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન અને બ્રાંચ દ્વારા મળી કુલ 15,74,000નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો.
- Advertisement -
શિવરાત્રી મેળા તથા પરિક્રમા દરમિયાન અરજદારોના ખોવાયેલા તેમજ ભોગ બનનારના ફોન કુલ 39 જેની કિંમત 5,19,000 થાય છે જે જૂનાગઢ એલસીબી દ્વારા શોધી આપવામાં આવેલ છે તેમજ સોના ચાંદીના કિંમતી દાગીના રૂા.10,55,000 એમ કુલ મળી 15,74,000 કિંમતનો મુદ્દામાલ પરત સોંપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.