31મી ડિસેમ્બરને પગલે પોલીસ થઇ વધુ સક્રિય: કુલ 23.74 લાખનો મુદ્દામાલ કબ્જે: પીઆઇ આર. જે. બારોટ, પીએસઆઇ કે. ડી. મારૂ અને ટીમની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક છે ત્યારે દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો અને સપ્લાયરો વધુ સક્રિય થયા છે. શહેર પોલીસ પણ મેદાનમાં આવી ગઇ છે. આ અંતર્ગત ત્રણ દરોડામાં 17 લાખનો વિદેશી દારૂ ઝડપી લેવાયો છે. જેમાં કોલસાની ભુકીની આડમાં ટ્રકમાં 14,64,000નો દારૂ ભરીને આવેલા મુળ રાજસ્થાનના હાલ હળદવ રહેતાં શખ્સને બી-ડિવીઝન પોલીસે દબોચ્યો છે. જ્યારે હરિયાણાના બે શખ્સોના નામ ખુલ્યા છે. શહેરમાં 31મી ડિસેમ્બર અંતર્ગત દારૂની હેરાફેરી થતી અને વેંચાણ થતું રોકવા ઉચ્ચ અધિકારીઓ તરફથી સુચના મળી હોઇ બી- ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. પંકજભાઈ માળીને મળેલી બાતમી પરથી નવાગામ પાસે વોચ રાખી જીજે01જેટી-8611 નંબરનો ટ્રક આંતરવામાં આવતાં બે શખ્સ ઉતરીને ભાગી ગયા હતાં.
જ્યારે એક પકડાઈ ગયો હતો. તલાશી લેવામાં આવતાં પાછળ કોલસાની ભુકીના કોથળા જોવા મળ્યા હતાં. જો કે આ કોથળા દૂર કરીને જોવાતાં પાછળથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 14,64,000ની 2928 બોટલો મળી આવી હતી. પકડાયેલા શખ્સે પુછતાછમાં પોતાનું નામ રતનલાલ માંગુલાલ ગુર્જર (ઉ.વ.30- રહે. હળવદ, શક્તિનગર-1, વિજય ઠાકુરના મકાનાં ભાડેથી, મુળ રાજસ્થાન ભીલવાડા ગામ ચાંદરાસ) જણાવ્યું હતું.
તેમજ ભાગી ગયેલા બે શખ્સોમાં છોટુ શર્મા અને મંજીત શર્મા હોવાનું તથા આ બંને હાલ અમદાવાદ રહેતાં હોવાનું અને મુળ હરિયાણાના વતની હોવાનું કહેવાયું હતું. પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી રતનલાલની ઘરપકડ કરી દારૂ, 9 લાખનો ટ્રક, મોબાઈલ ફોન મળી રૂા. 23,74,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ કે. ડી. મારૂ, હેડકોન્સ. અજયભાઇ બસીયા, કોન્સ. હેમેન્દ્રભાઈ વાઘીયા, પંકજભાઇ માળી, રાજદિપભાઈ પટગીર સહિતે આ કામગીરી કરી હતી. પોલીસ કિમશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચૌઘરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી સુધીરકુમાર દેસાઇ અને એસીપીની રાહબરીમાં આ તમામ દરોડાઓની કામગીરી થઇ હતી.
14.64 લાખના દારૂના જથ્થાને ઝડપી પાડતી બી ડિવિઝન
