– મોતની સૌથી વધુ સંખ્યા યુપી, બિહાર, મધ્યપ્રદેશમાં
ધુમ્મસ આમ તો પ્રકૃતિનું અદભુત સૌદર્યમયી રૂપ છે.પરંતુ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતો પણ વધી જતાં હોય છે.ગત વર્ષે માત્ર ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં 13 હજાર લોકોના જીવ ગયા હતા. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2021 મા દેશમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં 13372 લોકોના મોત નીપજયા હતા.
- Advertisement -
આટલુ જ નહિં આ અકસ્માતોમાં 25360 લોગો ઘાયલ પણ થયા હતા તેમાં અડધા અડદ ગંભીર ઘાયલ થયા હતા. ધુમ્મસના કારણે ઉતર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ 3782 લોકોના જીવ ગયા છે. ત્યારબાદ આ મામલે બીજા ક્રમે બિહારમાં 1800, ત્રીજા ક્રમે મધ્યપ્રદેશમાં 1233 લોકોના જીવ ગયા છે. ઉલ્લેખનીય છે કે ગોવા, આંદામાન-નિકોબાર દ્વિપ સમુહ અને લક્ષદ્વિપમાં ધુમ્મસનાં કારણે એક પણ માર્ગ અકસ્માત નથી નોંધાયા.