68મી શાળાકીય સ્પર્ધા અંતર્ગત દત્ત સાંઈ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત 68મી શાળાકીય સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું દત્ત સાઈ વિદ્યાલય પોરબંદર ખાતે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોરબંદરના ત્રણેય તાલુકાની જુદી જુદી શાળાના કુલ 131 જેટલા બાળકોએ અન્ડર-14, અન્ડર-17, અન્ડર-19, ભાઈઓ તથા બહેનો વયજુથમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા સ્વિસ સિસ્ટમ દ્વારા રમાડવામાં આવી હતી. આ સ્પર્ધામાં અન્ડર-14 ભાઈઓમાં 46, અન્ડર-14 બહેનોમાં 30, અન્ડર-17 ભાઈઓમાં 38, અન્ડર-17 બહેનોમાં 12, અન્ડર-19 ભાઈઓમાં 5 ખેલાડીઓએ સહિત કુલ 131 ખેલાડીઓ જોડાયા હતા. આગામી સમયમાં દરેક વયજૂથના આ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં ચીફ આર્બીટર તરીકે દિવ્યેશભાઈ થોભાણી તથા આર્બીટર તરીકે કમલભાઈ માખેચા, કરશનભાઈ ઓડેદરા, દિવ્યેશભાઈ જોષી, મહેશભાઈ નાંઢા, મહેન્દ્રભાઈ ડોડિયા, શાળાના વ્યવસ્થાપક મુકેશભાઈ થાનકી વગેરે લોકોએ સેવા આપી હતી.



