ગિરનાર પર્વત પર પાણીની પારાયણ
તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ પણ પાણી પૂરું પડે તેમ નથી વેપારીઓએ આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર પર્વત પર આવેલ દેવ સ્થાનોના દર્શન કરવા પ્રતી વર્ષ લાખોની સંખ્યામાં ભાવીકો પધારે છે ત્યારે ગીરનાર પર રોપ-વે શરુ થતા યાત્રીકોમાં વધારો થયો છે જયારે ગીરનાર પર્વત પર વર્ષો થી પાણી,લાઈટ સહીત અનેક સમસ્યા જોવા મળે છે ત્યારે ગીરનાર પર્વતને પલાસ્ટીક મુક્ત કરવા હાઇકોર્ટ દ્વારા તંત્રની ઝાટકણી કાઢ્યા બાદ તંત્ર દોડતું થયું છે અને એક પછી એક પ્લાસ્ટિક મુદ્દે આકરા પગલાં ભરી રહ્યું છે.અને પ્લાસ્ટિક બોટલ બંધ કરાવી છે અને તેની સામે જે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.તે પાણી પૂરું પડે તેમ નથી તે મુદ્દે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આજ રોજ ગીરનાર પરના 130 જેટલા વેપારીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી સવારથી હડતાલ પર ઉતરી ગયા છે અને પાણી પ્રશ્ર્ને કલેકટરને આવેદન પત્ર આપીને ઘટતું કરવાની માંગ કરી હતી.
એક તરફ રાજ્ય સરકાર ધાર્મીક પ્રવાસન ક્ષેત્રને વિકાસ કરવાની વાતો થઇ રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં ઉણુ ઉતર્યું છે જેના લીધે ગીરનાર પર 130 જેટલા નાના વેપારી પોતાના ધંધો રોજગાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે હાઇકોર્ટની પ્લાસ્ટીક મુદ્દે તંત્રને ખખડાવી નાખતા તંત્ર પણ પ્લાસ્ટિકની પાણી બોટલ સદંતર બંધ કરાવતા પાણીની પારાયણ શરુ થઇ છે ગીરનાર પર્વત પર રોજના હજારો ભાવીકો દેવ દર્શન કરવા પધારે છે તેની સામે પાણીની પણ એટલીજ જરુરીયાત છે હાલ જે તંત્ર દ્વારા પાણી માટે પાંચ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પાણીના કેરબા મુકવામાં આવ્યા છે તે કેરબામાંથી પાણી ભરીને યાત્રિકોને આપવું જો તેમાંથી પાણી ભરીને દુકાને પોંહચાડવા માટે મજૂરી ચાર્જ લાગે તેની સાથે જો અમે દુકાન છોડીને પાણી ભરવા જઈએ તો દુકાનનું ધ્યાન કોણ રાખે આવા પાણી પ્રશ્ર્ને વેપારીઓએ આજે બંધ પાળી હડતાલ પર ઉતર્યા છે અને એક આવેદન પત્ર આપીને ગીરનાર પર્વત પર પાણી વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે. આગામી દિવસોમાં મહા શિવરાત્રી મેળો શરુ થવાનો છે ત્યારે લાખોની સંખ્યામાં યાત્રિકો ગીરનાર પધારશે ત્યારે પાણીની મોટી સમસ્યા સર્જાશે તંત્ર દ્વારા જે પાણીની વ્યસવ્થા કરવામાં આવી છે તે પૂરતી નથી તેમ વેપારી ભાઈઓનું કેહવું છે.
હાલતો પાણીની પારાયણ મુદ્દે ગિરનાર પધારતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ પૂરતું પાણી નથી બીજી તરફ દુકાનદારો બંધ પાળ્યો જેના લીધે સીડી ચડીને યાત્રા કરનાર યાત્રિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગિરનારની પાણી સમસ્યા વહીવટી તંત્ર માટે માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે. ગિરનાર ઇકો સેન્સેટીવ ઝોનમાં પ્લાસ્ટીકના પ્રતિબંધની અમલવારી મુદ્દે તંત્ર ભીસમાં આવ્યુ છે. જ્યારે ગિરનાર પરના વેપારી મંડળ કેરબાની પાણી વ્યવસ્થાનો વિરોધ કરી રહી છે અને વેપારીઓ કાયમી પાણી સમસ્યા ઉકેલવા માટે લડી લેવાના મુડમાં છે. ત્યારે વેપારીઓ દ્વારા રોષ સાથે કલેકટરને આવેદન પત્ર આપીને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગણી કરી રહ્યા છે.