આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
- Advertisement -
આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે. 21 મે ના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણી 2019થી દર વર્ષે ઉજવવામાં આવી રહી છે. ચા ભારતીયો માટે એક લોકપ્રિય પીણું છે, દેશભરમાં દરરોજ લાખો કપ ચા લોકો પીવે છે.દેશમાં કરોડો નાની, મોટી અને ફ્રેન્ચાઇઝી આધારિત ચાની દુકાનો છે, જેમાં દરરોજ 13 કરોડ કપ ચા વેચાય છે, જો એક કપની સરેરાશ કિંમત 10 રૂપિયા ધારી લેવામાં આવે, તો દેશભરમાં દરરોજ 130 કરોડ રૂપિયાની ચા વેચાય છે. દેશમાં કરોડો નાની, મોટી અને ફ્રેન્ચાઇઝી આધારિત ચાની દુકાનો છે, જેમાં દરરોજ 13 કરોડ કપ ચા વેચાય છે, જો એક કપની સરેરાશ કિંમત 10 રૂપિયા ધારી લેવામાં આવે, તો દેશભરમાં દરરોજ 130 કરોડ રૂપિયાની ચા વેચાય છે. ભારતીયો માટે દુધની ચા કોઈ નવી બાબત નથી. લોકોની સવાર તો ચા સાથે પડતી હોય, રાતે પણ આ પીણું એટલું જ લિજ્જત આપનારું છે. લોકો શોખથી ચાની ગમે ત્યારે ચુસકી મારી લેવા ટેવાયેલા છે.અહી ચાની ખાસિયતો અને ઉપયોગીતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે સામાન્ય રીતે, ઘરોમાં દૂધ, ચાના પાન અને એલચીની ચા બનાવવામાં આવે છે, પરંતુ જો આપણે ચાની દુકાનો વિશે વાત કરીએ, તો ત્યાંની મુખ્ય ચા એલચીની ચા, લવિંગની ચા, દૂધ વગરની ચા, તજની ચા, લીંબુની ચા અને મસાલાવાળી ચા છે. સામાન્ય રીતે ચાની કિંમત 7 થી 15 રૂપિયાની વચ્ચે હોય છે. 7 રૂપિયામાં મળતી ચા કટ ટી છે અને ચાનો આખો કપ 15 રૂપિયામાં મળે છે. દુકાન પર વેચાતી ચાનો કપ સામાન્ય રીતે 15 રૂપિયામાં વેચાય છે, જ્યારે ચા બનાવવાનો ખર્ચ 8 થી 10 રૂપિયા છે. આ રીતે, દુકાનદાર એક કપ ચા પર 5 રૂપિયા બચાવે છે.
ચાને હળવી ઉકાળો, વધારે જાડી ન બનાવો
કેટલાક લોકો સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા ચા પીવે છે, જે નુકસાનકારક છે. ખાલી પેટ ચા પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત, તેનાથી ગેસ, બળતરા અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, ચા પીતા પહેલા, હુંફાળું પાણી પીવો અથવા કોઈ ફળ ખાઓ. કેટલાક લોકો ચાને 10-15 મિનિટ સુધી ઉકાળે છે જેથી તેની સુગંધ વધે અને તેનો સ્વાદ વધે, જેનાથી તેમાં હાજર ટેનીન અને કેફીનનું પ્રમાણ વધે છે. આ પાચનતંત્રને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, ચાને હળવી ઉકાળો અને તેને વધારે જાડી ન બનાવો.