શિક્ષણ બોર્ડ 9 વાગ્યે રિઝલ્ટ જાહેર કરશે, પ્રથમવાર વ્હોટ્સએપ્પથી પરિણામ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આવતીકાલે 9 વાગ્યે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે.
- Advertisement -
બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ધોરણ 12 સાન્યસમાં છેલ્લા કેટલાક વર્ષોથી એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ચાલુ વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં માત્ર 40,414 વિદ્યાર્થીઓ છે. જે અંતર્ગત વર્ષ કરતા ઘટ્યાં છે. જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 69,936 વિદ્યાર્થીઓ છે. એબી ગ્રૂપના 32 વિદ્યાર્થી છે.
6357300971 પર સીટ નંબર મોકલો અને પરિણામ મેળવો
ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે બોર્ડની વેબસાઈટ લતયબ.જ્ઞલિ પર જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે. આ ઉપરાંત પ્રથમ વખત બોર્ડની પરીક્ષામાં વોટ્સએપના આધારે પરિણામ મળી શકશે. 6357300971 પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકાશે.