આવો સેવા કાર્યમાં સહભાગી બનીએ, સૌ સાથે મળીને ક્ધયાદાન કરીએ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 8-3-2025 શનિવારના રોજ મા-બાપ વિહોણી સર્વ જ્ઞાતિની 51 દીકરીઓના 12માં શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકો જણાવે છે કે કરિયાવરમાં ફ્રીજ, ટી.વી., ડબલ બેડનો પલંગ, થ્રી ડોર કબાટ, સોફાસેટ, ત્રિપાય, મિક્ષર, સેન્ડવીચ ટોસ્ટર, ઈસ્ત્રી, અનાજની કોઠી, 60 નંગ સ્ટીલનો વાસણ સેટ, સોનાના દાણા, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી ક્યારો, ચાંદીના પેન્ડલ સેટ, ચાંદીના બ્રેસલેટ, ચાંદીના સિક્કા, ચાંદીના વિછયા, સાડી, ડ્રેસ, બેડશીટ, બાથરૂમ સેટ, કિચન સેટ તેમજ ઘર વપરાશમાં જરૂરિયાત મુજબની 120 વસ્તુઓ આપવામાં આવશે.
કાર્યક્રમની રૂપરેખા: તા. 8-3-2025ના બપોરે 4-00 વાગ્યે જાન આગમન થશે અને 6-00 વાગ્યે હસ્તમેળાપ, ત્યારબાદ 7 વાગ્યે જમણવાર શરૂ થશે. જમણવારમાં અંદાજિત 8થી 9 હજાર લોકો જમણવારનો લાભ લેશે. આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે દાતાઓનો ખૂબ સારો સહયોગ મળ્યો છે. સમૂહલગ્નની જગ્યા માટે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટનો સહયોગ, મંડપ સર્વિસ માટે (સંજયભાઈ) આકાશ ઈવેન્ટનો સહયોગ, લાઈટ ડેકોરેશન માટે મહેશભાઈ તથા ફ્લાવર ડેકોરેશન માટે રાજેશભાઈ મોલીયા અને સાઉન્ડ સર્વિસ માટે વિપુલભાઈ વિરમગામાનો સહયોગ મળ્યો છે.
ગીત-સંગીતનો સથવારો: તેજશભાઈ શીશાંગીયા, રાહુલભાઈ મહેતા, રમેશભાઈ હીરપરા, સરસ્વતીબેન હીરપરા, દેવભાઈ ભટ્ટ, વિશાલભાઈ વરુ, હિતેષભાઈ ઢાકેચા, ઈમરાનભાઈ કાનીયા તથા કેયુરભાઈ પોટા, રિયાઝ જેરિયા તથા સર્વે ટીમનો સાથ મળ્યો છે.
આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સર્વસમંગલ સેવા ટ્રસ્ટની ટીમ પ્રવિણભાઈ સખીયા, કિશોરભાઈ સોજીત્રા, રાજનભાઈ સખીયા, રમેશભાઈ રીબડીયા, યોગેશભાઈ સાકરીયા, પંકજભાઈ સખીયા, સંજયભાઈ જોશી, તારકભાઈ ગજેરા, પરેશભાઈ પીપળીયા, રાજુભાઈ ઓડેદરા, અનિલભાઈ માવાણી, કીર્તિભાઈ ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યા છે.