સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં નવા સંસદ ભવનની અંદર પાણી લીક થતું જોવા મળતું. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને પડતા પાણીને ફેલાતા અટકાવવા માટે રોકવાથી ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે.
તમિલનાડુની વિરુધુનગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને નીચે પડતા પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મુકવામાં આવી છે.
- Advertisement -
‘બહાર પેપર બહાર, અંદર પાણી લીકેજ…’
કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું – બહાર પેપર લીકેજ, અંદર પાણી લીકેજ. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસદની લોબીમાં હાલમાં જ પાણી લીકેજ, નવી ઇમારતમાં હવામાન સંબંધિત સમસ્યાઓને હાઇલાઇટ કરે છે, જે નિર્માણ પૂર્ણ થયાના માત્ર એક વર્ષ બાદ જ સામે આવી છે. આ મુદ્દા પર લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી. કોંગ્રેસ નેતાએ વીડિયો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટના પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.
- Advertisement -
‘નવી સંસદ કરતાં વધુ સારી તો…’
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “નવી સંસદ સારી તો એ જૂની સંસદ હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. કેમ ન ફરીથી જૂની સંસદ ચાલે, કમસેકમ ત્યાં સુધી, જ્યાં સુધી અબજો રૂપિયાથી બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.” અખિલેશે વધુમાં કહ્યું કે જનતા પૂછી રહી છે કે ભાજપ સરકાર હેઠળ બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની સમજી-વિચારીને બનાવવામાં આવેલી ડિઝાઈનનો એક ભાગ છે કે પછી…
દિલ્હી બની દરિયો
દિલ્હી માટે વરસાદ ફરી એકવાર આફત બની ગયો છે. દિલ્હીમાં બુધવાર સાંજથી શરૂ થયેલો વરસાદ રાતભર ચાલુ રહ્યો, જેના પછી દિલ્હીના સરિતા વિહાર, દરિયાગંજ, પ્રગતિ મેદાન અને આઈટીઓ સહિત ઘણા વિસ્તારો તળાવ બની ગયા. ગુરુવારે સવારે પણ તેની અસર જોવા મળી અને આજે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા.
ગુરુવારે સવારથી જ રસ્તાઓ પર પાણી બહરાઈ જવાને કારણે ગાડીઓ પાણીમાં વહી જતી જોવા મળી હતી. ભારે વરસાદના કારણે ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે, જેને કારણે દિલ્હીમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન કેટલીક કોલેજો પણ બંધ રહેશે.
દિલ્હીમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે બે લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક 22 વર્ષીય મહિલા અને તેનો ત્રણ વર્ષનો દીકરી ગાઝીપુર વિસ્તારમાં ખોડા કોલોની પાસે આવેલા સાપ્તાહિક બજારમાં ગયા હતા. આ દરમિયાન તે લપસીને નાળામાં પડી ગયા. અધિકારીએ જણાવ્યું કે બંનેને ડાઇવર્સ અને ક્રેનની મદદથી બચાવી લેવામાં આવ્યા અને લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સિવાય ગુરુગ્રામમાં ભારે વરસાદ બાદ હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા 3 લોકોના મોત થયા છે. બુધવારે મોડી રાત્રે 10 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી.