સર્વેજ્ઞાતીની 51 દીકરીઓને પિતાની હુંફ પુરી પાડશે રાજકોટનું ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રૂપ, સમૂહ લગ્નોત્સવ અને ભવ્ય લોકડાયરામાં પધારવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવતું ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રૂપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
રાજકોટના આંગણે ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રૂપ દ્વારા પિતા વિહોણી સર્વેજ્ઞાતિઓની 51 દીકરીઓના 11માં ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રૂપ 51 દીકરીઓને પિતાની હૂંફ પુરી પાડશે.આગામી તારીખ 23/03/2024 ને શીનવારે સાંજે ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રૂપ, આશારામ આશ્રમ સામે,કણકોટ રોડ,રાજકોટ ખાતે સર્વેજ્ઞાતીની 51 દીકરીઓના 11માં ભવ્ય સમૂહલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રૂપના મોભી રમેશભાઈ ફુલાભાઈ રિબડીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સમૂહલગ્ન અને લોકડાયરાન આયોજન થનાર છે. જેને લઈને સમગ્ર ટીમ દ્વારા રાત દિવસ એક કરીને કામગીરી કરવામા આવી રહી છે.
સોનેરી અવસરની રૂપરેખા જોઇએ તો જાનનું આગમન તા.23/03/2024ને શનિવારે સાંજે 5 કલાકે, હસ્ત મેળાપ સાંજે 8.30 કલાકે, ભવ્ય લોકડાયરો રાત્રે 9.30 કલાકે યોજાશે.લોકડાયરામાં કલાકારોમાં જયમંત દવે, દાસ શ્યામ, શીતલબેન પટેલ, મયંક બારોટ, રીના ઠક્કર અને દક્ષા પટેલ જમાવત કરશે. દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત આગેવાનો સહિત સાધુસંતો પણ ઉપસ્થિત રહેશે. જેમાં ઇન્દ્રભારતી બાપુ – જૂનાગઢ, માધવપ્રિયદાસજી સ્વામી – હિન્દૂ ધર્મસેના, રાજેન્દ્રદાસજીબાપુ -તોરણીયા, ભાસ્કરાનંદ બાપુ -જામખંભાળીયા, સ્વામી ધર્મવત્સલજી મહારાજ – રીબડા હાજર રહેશે. આ સિવાય મુખ્ય મહેમાનોમાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરિયા, ભરતભાઇ બોધરા, ધારાસભ્ય રમેશ ટિલાળા, ભાનુબેન બાબરિયા, દર્શિતાબેન શાહ, સ્ટે. ચેરમેન જયમિન ઉપાધ્યાય, ડી.કે. સખિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. ખોડલધામ મહિલા સમિતિનો સેવા આપવા માટે આભાર માનંવાનો છે.