અંબાજી મંદિરમાં 1,111 બાલિકા પૂજન કાર્યક્રમ:ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું, ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ મળ્યું
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આજ સુધીના ઈતિહાસનો કાર્યક્રમ યોજાયો હતો
- Advertisement -
હાલમાં આસો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે.સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતા ભારતીયો માતાજીના ગરબા અને પૂજા પાઠ ભક્તિ હોમ હવન કરી દેવીની આરાધના કરી નવરાત્રી પર્વ ઉજવી રહ્યા છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં શનિવારે ચાચર ચોકમાં 1,111 બાલીકાઓના પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં અંબાજી ખાતે વસતા પરિવારોની 3 વર્ષ થી 12 વર્ષની બાળકીઓનું પૂજન વિધિ તેમજ નવરાત્રીમા પહેરવાની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
અંબાજીની વિવિધ શાળાઓમાં ભણતી બાલિકાઓને ચાચર ચોકમાં ક્રમબદ્ધ બેસાડી તેમનું પૂજન કરી તિલક સાથે નવરાત્રી પૂજનનો સુંદર કાર્યક્રમ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આજ સુધીના ઈતિહાસનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા એપ્રિસિએશન સર્ટી
- Advertisement -
છઠ્ઠા નોરતાએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં સવારે બાલિકાઓ પૂજનનો કાર્યક્રમ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા જિલ્લા અંબાજી એકમ દ્વારા જગત જનની માં અંબાજી ના ચાચર ચોકમાં 27/9 ના રોજ સવારે 1111 બાલિકાઓનું પૂજન અને તેમને શ્રુંગાર આપી પ્રસાદ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ કાર્યક્રમ બાદ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા એપ્રિસિએશન સર્ટી આપવામા આવ્યું હતું.