જૂનાગઢમાં ડે.મેયર પદ ઉપર સૌથી વધુ રહેનાર ગીરીશભાઇ કોટેચાની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા એ ટર્નિંગ પોઇન્ટ, કૉંગ્રેસમાં જૂથવાદનો ભોગ બન્યો હતો
- Advertisement -
જૂનાગઢ નગર પાલીકા વખતથી ચૂંટણી લડતા અને આજ સુધી જૂનાગઢમાં ચૂંટણી હાર્યા નથી એવા ગિરીશભાઇ કોટેચા સેવા,પ્રેમમાં સમર્પણ અને બિજનેશ અને રાજકારણમાં નંબર વન છે. જૂનાગઢ કોર્પોરેશનમાં સૌથી વધુ વખત ડે.મેયર પદે રહેવાનો તેમનો રેકોર્ડ છે.કોઇ પણ કાર્યક્રમમાં તેની હાજરી આકર્ષણનું કેન્દ્ર બને છે. પહેલા કોંગ્રેસમાં હતા,બાદ ભાજપમાં જોડાયા અને હાલ ડે.મેયર પદે કાર્યરત છે. ભાજપમાં જોડવાને પોતાનો જીવનનો ટર્નિંગ પોઇન્ટ માને છે. કોંગ્રેસમાં જુથવાનો ભોગ બન્યાનું માની રહ્યાં છે. ગાય ઉપર ખુબ જ આસ્થા ધરાવતા ડે.મેયર ગિરીશભાઇ કોટેચાએ ખાસ ખબર સાથે ખુલ્લા મને ચર્ચા કરી…
જૂનાગઢ નગર પાલીકા અને બાદ મહાનગર પાલીકમાં સાત ટ્રમથી જીતતા આવતા ગિરીશભાઇ કોટેચાનો જન્મ 26 ઓગસ્ટ 1962માં થયો. જૂનાગઢમાં જ રહીને ઉચ્ચશિક્ષણ સુધીનો અભ્યાસ મળેવ્યો. અભ્યાસ બાદ કાવળા ચોકમાં મોર્ડન હોટલ સંભાળવા લાગ્યાંં. ગિરીશભાઇ કોટેચા અને પરિવાર 35 વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં રહ્યાં.મોર્ડન હોટલનાં ધંધામાંથી ધીમે ધીમે આગળ વધવા લાગ્યાં. રાજકારણ, શિક્ષણ, હોટલ અને બાંધકામ ક્ષેત્રમાં આગળ વધ્યાં. તમામ જગ્યાએ તેમને સફળતા મળી. ગિરીશભાઇ કોટેચા એવું વ્યક્તિત્વ છે કે, તેમની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. પહેલા કોંગ્રેસ બાદ ભાજપમાં જોડાયા. હાલ જૂનાગઢ મનપાનાં ડે.મેયર પદે કાર્યરત છે. ડે.મેયર ગિરીશભાઇ કોટેચાએ કહ્યું હતું કે, 1989માં પ્રથમ વખત નગર પાલીકાની ચૂંટણી લડ્યો અને જીત્યો. બાદ આજે સાત ટ્રમથી ચૂંટાતો આવું છું. નગરપાલીકામાં પ્રમુખ રહ્યો. વિરોધ પક્ષનાં નેતા રહ્યો. તેમજ કોંગ્રેસ અને ભાજપ બન્નેમાં ડે.મેયર પદે રહ્યો છું. જૂનાગઢમાં સૌથી વધુ વખત ડે.મેયરનાં પદે હું રહ્યો છું. ડે.મેયર ગિરીશભાઇ કોટેચાએ કહ્યું કે, ભાજપમાં આવ્યો એ મારો ટર્નિંગ પોઇન્ટ છે.
- Advertisement -
ગાય ઉપર આસ્થા : 35 વર્ષથી ગાયને રોજ પાંચ પડીકા ખીચડીનાં ખવડાવે છે
જૂનાગઢમાં તકલીફ પડશે, પછી બધુ સારુ થશે: ડે.મેયર
ડે.મેયર ગિરીશભાઇ કોટેચાએ કહ્યું હતું કે, હાલ જૂનાગઢમાં 350 કરોડની ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. 50 ટકા જેટલુ કામુ પૂર્ણતાનાં આરે છે. શહેરમાં ગેસની લાઇન નાખવામાં આવી રહી છે. શહેરમાં 68 કરોડનાં ખર્ચ રોડનાં કામ થવાનાં છે. જે દિવાળી પહેલા પૂર્ણ થઇ જશે.તળાવનાં વિકાસનાં કામ હાથ ધરવામાં આવ્યાં છે. જોષીપુરામાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજનાં કામ થશે. ઉપરકોટનો વિકાસ થઇ રહ્યો છે. હાલ ગટર અને ગેસની લાઇનનાં કામ ચાલતા હોય લોકોને તકલીફ પડી રહી છે. પરંતુ અંતે તો બધુ સારુ જ થશે. અમારો લક્ષ્યાંક જૂનાગઢને પ્રવાસક્ષેત્રે વિકસીત કરવાનો છે. વધુમાં વધુ પ્રવાસીઓ જૂનાગઢ આવે તેવી આમારી ઇચ્છા છે અને તે દિશામાં પ્રયાસ કરી રહ્યાં છે.
ગિરીશભાઇ કોટેચા અને સેવા બન્ને પર્યાય
સેવા અને ડે.મેયર ગિરીશભાઇ કોટેચા બન્ને પર્યાય છે. ડે.મેયર ગિરીશભાઇ કોટેચાએ કહ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી નગરપાલીકા અને મહાનગર પાલીકમાં જે કંઇ પગાર આવે છે તે રકમ કેસરિયા ગૌશાળામાં અર્પણ કરી દવ છું.તેમજ વર્ષે 3થી 4 લાખ રૂપિયાનું અનુદાન કેસરિયા ગૌ શાળામાં કરાવી આપું છું. તેમજ દર વર્ષે નવરાત્રી બાદ જૂનાગઢ શહેર અને આસપાસનાં ગામની 20 હજાર જેટલી બાળાઓને ભોજન કરાવું છું. ત્રણ દિવસ મહાપ્રસાદ ચાલે છે. તમામ દીકરીઓનાં પગ ધોવામાં આવે છે અને ભેટ આપવામાં આવે છે. બાળાઓને લઇ આવવા માટે બસ રાખવામાં આવે છે.તેમજ કોરોના કાળમાં પણ આસપાસનાં લોકો માટે સેવા છે.
ઘરની વહુ રાજી હોય તો વાસ્તુશાસ્ત્રની કોઇ જરૂર નથી
ડે.મેયર ગિરીશભાઇ કોટેચા પરિવારમાં દિવાળીનાં ઘરની વહુની પુજા કરવામાં આવે છે. આ અંગે ડે.મેયર ગિરીશભાઇ કોટેચાએ કહ્યું હતું કે, દિવાળીમાં ઘરની વહુની પુરૂષો દ્વારા પુજા કરવામાં આવે છે. ઘરની વહુ રાજી હોય તો કોઇ વાસ્તુશાસ્ત્રની જરૂર રહેતી નથી. આ પરંપરાની મારા માતાએ શરૂઆત કરાવી હતી. આ પરંપરા આજે પણ ચાલુ છે.
કોંગ્રેસમાં જુથવાદનો ભોગ બન્યો. પહેલેથી ભાજપમાં હોત તો હું ધારાસભ્ય હોત. આગામી વિધાનસભાની ચૂંટણી 110 ટકા લડવાની તૈયારી છે. અન્ય કોઇને પણ પાર્ટી ટીકીટ આપશે તો તેને જીતાડવા મહેનત કરવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢમાં ભાજપ જીતેશે.તેમજ મારે વોર્ડમાં મત માંગવા જવા પડતા નથી. મારા કામને લોકો મત આવે છે. હું ચૂંટણીમાં પ્રચાર કરવા જતો નથી. પરંતુ મે કરેલા કામને લીધે લોકો મત આપે છે. મોર્ડન હોટલનાં વ્યવસાય સાથે ભાઇ સાથે બાંધકામની શરૂઆત કરી હતી. જેતે સમયે શરૂઆતમાં 35 જેટલા પ્રોજેકટ મુક્યાં હતાં અને તમામમાં સફળતા મળી હતી. આ ઉપરાંત જૂનાગઢમાં પ્રથમ વખત એન્જીનીયરીંગ કોલેજની શરૂઆત કરી હતી. 2014થી શિક્ષણ ક્ષેત્રે શરૂઆત કરી હતી. આજે નોબલ યુનિવર્સિટી સુધી સફર કરી છે. ડે.મેયર ગિરીશભાઇ કોટેચા ઇશ્ર્વરમાં ખુબ જ શ્રધ્ધા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે,મારા ગુરૂ બકુલભાઇનાં આર્શીવાદથી આગળ વધ્યો છું. છેલ્લા 35 વર્ષથી ગાયને પડીકા ખવડાવું છું.જેમાં ઘઉં અને ગોળ, અડળનાં પડીકા તેમજ ખીચડીનાં પડીકા ગાયને ખવડાવું છું. દિવસમાં 3 વખત ગાયને પાંચ-પાંચ પડીકા ખવડાવું છું. છેલ્લા 35 વર્ષથી આ ક્રમ ચાલી રહ્યો છે. રોજ ભવગાન શીવની પુજા કરું છું. ગાયત્રી મંદિર,વાઘેશ્ર્વરી માતા મંદિર અને રૂખડા દાદાનાં દર્શન કરું છું. ઇશ્ર્વરમાં આસ્થા અને ગાયની સેવાથી જ મારા પુત્ર પાર્થને નવું જીવન મળ્યું છે. ડે.મેયર ગિરીશભાઇ કોટેચાએ લવ મેરેજ કર્યા હતાં. આ અંગે ડે.મેયર ગિરીશભાઇ કોટેચાએ કહ્યું હતું કે, હું મોર્ડનમાં બેસતો ત્યારે પહેલી વખત મારા પત્ની ગીતાને જોયા હતાં.ત્યારેથી પ્રેમની શરૂઆત થઇ હતી. મારા ઘરમાં માનસીક કરી મે બધાને તૈયાર કરી લીધા હતાં.પરંતુ તેના ઘરમાં વિરોધ હતો. રાત્રીનાં 12 વાગ્યે તેની ઉંમર 18 વર્ષની પૂર્ણ થઇ અને તે રાત્રે જ 2:30 કલાકે રાજકોટ આર્ય સમાજ વિધીથી લગ્ન કરી લીધા હતાં. લગ્નને 39 વર્ષ થયા છે. એક દિકરો પાર્થ અને દીકરી સ્વેતાબેન છે. દીકરી ગોલ્ડ મેડાલીસ્ટ છે. ડે.મેયર ગિરીશભાઇ કોટેચાનાં જીવનમાં એક અફસોસ છે કે, આજે માતા સાથે નથી.