ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યા બાદ ડબલ અંકમાં પોઝિટિવ કેસો આવી રહ્યા છે ત્યારે ગુરુવારે મોરબી જીલ્લામાં કોરોનાના 11 કેસ નોંધાયા છે જયારે 13 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 832 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જેમાં મોરબી શહેરમાં 3, મોરબી ગ્રામ્યમાં 6 અને વાંકાનેર શહેરમાં 2 મળી કુલ 11 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તો બીજી તરફ મોરબીના 12 અને માળિયાના 1 દર્દી મળી કુલ 13 દર્દીઓ રિકવર થઈ જતા કુલ એક્ટિવ કેસ 45 રહ્યા છે.



