શ્રી ફાઉન્ડેશન અને શેર વિથ સ્માઈલ NGO દ્વારા આયોજન
યુવાનોની મહેનત રંગ લાવી, સુચારૂ વ્યવસ્થા અને જાજરમાન આયોજનથી મહેમાનો પ્રભાવિત
ખાસ-ખબર સંવાદદાતા
શેર વિથ સ્માઈલ એન.જી.ઓ. દ્વારા આયોજિત 11 દીકરીઓના દ્વિતીય સમુહલગ્ન શિવરાત્રી અને વુમન્સ ડે ના પાવનદિવસે યોજવામાં આવ્યા હતા જેમાં હિન્દૂ સંસ્કૃતિ, રીતિરિવાજ મુજબ તમામ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજક કમિટીના 130 યુવાનોની ટીમ દ્દ્વારા સમાજસેવાના કરવાના વિચારને દિવસ રાત જહેમત ઉઠાવીને આ સપનલક્ષી સદ્કાર્યને હકીકતમાં સાર્થક કરી જાજરમાન અને ઠાઠશાહી લગ્નનું આયોજન કરીને સમાજમાં યુવાનોની સાચી ફરજનો એક સંદેશો આપ્યો હતો.
- Advertisement -
જે 11 દીકરીઓના લગ્ન હતા તેમાં 8 દીકરીઓ અનાથ છે અને બાકીની 2 દીકરીઓમાં કોઇએ માતા પિતા તો કોઇએ પિતાની છત્રછાયા ગુમાવી છે એક દીકરીને પિતા છે પરંતુ તેઓ દીકરીને તરછોડી દીધેલ છે. આવા સમયે માતા પિતા ભલે હયાત નથી પરંતુ આજે શ્રી ફાઉન્ડેશન અને શેર વિથ સ્માઇલ ગૠઘના સૌ યુવા કાર્યકર્તાઓ પોતાની નાની બેન કે દીકરી પરણતી હોય તે રીતે ઉત્સાહ ભેર આ ભાગ્ય લક્ષ્મીના વિવાહમાં જોડાયા છે. આ પ્રસંગે શિવજીના વરઘોડો તેમજ વરરાજાઓનું ઘોડાપર,ડીજેના તાલ અને રોયલ બેન્ડપાર્ટી સાથે અસંખ્ય લોકોને જુમી-નાચીને હર્ષભેર સામૈયુ કરવામાં આવ્યું હતું ત્યારમાં નાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.વધુમાં તેમને જણાવ્યું હતું કે જેમ કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય તે જ રીતે આજે ભાગ્ય લક્ષ્મીના વિવાહ યોજવામાં આવ્યા છે. ક્ધયાદાન કરનાર દંપતી તેમજ સંસ્થાના આગેવાનો દ્વારા તમામ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું. ખાસ લગ્ન મંડપમાં દીકરીઓનું સ્વાગત પણ કોલ્ડ ફાયર મારફતે ફૂલથી કરવામાં આવ્યું હતું.જેમ કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય તે જ રીતે આજે ભાગ્ય લક્ષ્મીના વિવાહ યોજવામાં આવ્યા છે. ગુજરાતના સોનુસુદ ગણાતા સેવાકીય કાર્યોથી જાણીતા નીતિન જાની અને તેની ટીમની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેઓએ તમામ યુગલો પાસે રૂબરૂ જઈ લગ્નજીવનના આશીર્વાદ આપ્યા હતા અને આયોજક યુવાનોની ટીમને ખોબલે ખોબલે અભિનંદન આપ્યા હતા અને આવતા વર્ષે યોજાનાર ત્રીજા સમૂહલગ્નમાં કમિટી મેમ્બર બનીશ તેવું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કરિયાવરમાં પણ સોના ચાંદી સહીત 150થી વધુ વસ્તુઓ આપવામાં આવી છે જેમાં સોનાચાંદીથી માંડી અનેક ઘરવખરી વસ્તુઓ છે.
આ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપવા ખાસ ખજૂરભાઈ (નીતિન જાની ) સહીત રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરીયા,વિરમગામના ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ,રાજકોટના ધારાસભ્યશ્રી દર્શિતા શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, ક્ષત્રિય અગ્રણી રાજદીપસિંહ જાડેજા રીબડા,સૌ.યુનિ. પરીક્ષા નિયામક નિલેશ સોની,કોંગ્રેસ પ્રમુખ સંજય અજુડીયા,મહાનગરપાલિકાના પદાધિકારી મનીષ રાડિયા અને લીલુબેન જાદવ, શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મેહતા, જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષ પાબારી,હેડલાઈન ન્યુઝપેપરના નિખિલ પોપટ,પીડીએમ કોલેજના ઘનસ્યામભાઇ હેરભા,લોર્ડ્સ હોટલના માલીક મુકેશભાઈ ચાવડા,કોર્પોરેટર જ્યોતિબેન ટીલવા,કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા,ફર્નાન્ડિઝ પાડલીયા,અવર રાજકોટના વિજય મકવાણા,યુવાભાજપના પ્રવીણ સેગલીયા, ક્ષત્રિય અગ્રણી પીન્ટુભાઇ ખાંટડી, શક્તિ સ્કૂલના સુદીપ મેહતા ,કરણી સેનાના ચંદુભા પરમાર, કોંગ્રેસના મહિલા આગેવાન ગાયત્રીબા વાઘેલા,મનિશાબા વાળા,અશોકસિંહ વાઘેલા,પ્રભાત ડાંગર,કમલેશ કોઠીવાર,ગોપાલ મોરવાડીયા,નરેશ સાગઠીયા,રાષ્ટીય શાળાના જીતુભાઇ મેહતા, શિક્ષણવિદ દેવેન્દ્ર ધામી સહીત અનેક ધાર્મિક સાધુસંતો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.