ભારતમાં 41789 લૂનાં કેસો અને 143 લૂ સંબધિત મોતના કેસ નોંધાયા
સરકારી આંકડાઓ અનુસાર 2013થી 10 વર્ષના સમયગાળામાં ભારતમાં વધારે ગરમી અને લૂ લાગવાને કારણે 10635 લોકોનાં મોત થયા છે. હવામાન વિભાગ મુજબ ભારતમાં 2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર સૌથી ગરમ અને સૌથી લાંબા લૂ સમયગાળા દરમિયાન ભારતમાં 41789 લૂનાં કેસો અને 143 લૂ સંબધિત મોત નોંધવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ ચાલુ વર્ષે પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ મહત્તમ અને લઘુતમ તાપમાનનો અંદાજ મૂક્યો છે. આ દરમિયાન સંસદની એક સ્થાયી સમિતિએ સૂચન કર્યુ છે કે કેન્દ્ર પોતાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં લૂ જેવી નવી અને ઉભરતી આપત્તિઓને સામેલ કરે. ગૃહ બાબતોની વિભાગ સંબધી સ્થાયી સંસદીય સમિતિએ ગયા સપ્તાહ રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં આપત્તિઓની સત્તાવાર યાદીની નિયમિત સમીક્ષા અને તેને આધુનિક બનાવવા માટે એક પ્રણાલી સ્થાપિત કરવાની પણ ભલામણ કરી છે.
- Advertisement -
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમિતિએ ભલામણ કરી છે કે મંત્રાલય પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજનાઓમાં લૂ વગેરેને કારણે ઉભી થતી નવી આપત્તિઓને સામેલ કરી શકે છે.
આપત્તિઓની સત્તાવાર યાદીની નિયમિત સમીક્ષા અને તેને આધુનિક બનાવવા માટે એક પ્રણાલી સ્થાપિત કરવાની પણ ભલામણ કરવામાં આવે છે જેથી એ સુનિશ્ચિત કરવામાં આવી શકે જેથી એક્ટ પ્રાસંગિક બની રહે તથા ઉભરતા જોખમો પ્રત્યે નિષ્ણાતો, હિતધારકો અને પ્રભાવિત સમુદાયોના ચર્ચાના માધ્યમથી જવાબદાર હોય. ભાજપના રાજ્યસભા સભ્ય રાધા મોહન દાસ અગ્રવાલની અધ્યક્ષતાવાળી 31 સભ્યોની સમિતિએ મંત્રલાયથી જળવાયુ પરિવર્તન અને આપત્તિઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દીર્ધકાલીન આપત્તિ તૈયારીઓ માટે અભ્યાસ અને યોજના બનાવવાની પણ અપીલ કરી હતી.
મંત્રાલય ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજનાઓમાં લૂ વગેરેને કારણે ઉભી થતી નવી આપત્તિઓને સામેલ કરી