અનેકને તો મોતની સજા મળી, અમલ હજુ બાકી : યુએઈમાં 25 ભારતીયોને મૃત્યની સજા સંભળાવાઈ
કેરલની નિમિષા પ્રિયાને 16મી જુલાઈએ યમનમાં મોતની સજા આપશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેરલનાં પલકકડ જીલ્લાની નિમિષા પ્રિયાને 16 જુલાઈએ યમનમાં મોતની સજા આપવામાં આવશે. ભારત સરકારના સુત્રોનું કહેવુ છે કે તે આ મામલે નજર રાખી રહ્યું છે.જોકે નિમિષાને ફાંસીથી બચાવી શકાશે કે નહિં તે જોવાનું રહેશે સંસદીય સમિતિનાં એક રિપોર્ટ મુજબ હાલના સમયમાં અન્ડર ટ્રાયલ સહિત 10152 ભારતીયો વિદેશી જેલોમાં બંધ છે.
વિદેશ રાજયમંત્રી કિર્તિ વર્ધનસિંહે 8 દેશોનો ડેટા શેર કરીને કહ્યું હતું કે, ત્યાં કુલ 49 ભારતીયોને પોતાની સજા સંભળાવાઈ છે. તેમાં સૌથી વધુ યુએઈમાંથી હતા. જયાં 25 ભારતીયોને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.
11 ભારતીયો સાઉદી અરબ, કુવૈતમાં 3, મલેશીયામાં 6, ઈન્ડોનેશીયા, અમેરિકા, કતર અને યમનમાં એક-એક ભારતીયોને મોતની સજા સંભળાવાઈ છે તેના પર અમલ હજુ બાકી છે.
કયા ભારતીયોને કયાં મળી સજા: આ વર્ષે યુઅએઈનાં 15 ફેબ્રુઆરીએ યુપીનાં બાંદાની રહેવાસી શહજાદીને મોતની સજા સંભળાવાઈ હતી અને 5 માર્ચે તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. તેના પિતાએ કોર્ટને કહ્યું હતું કે સરકાર તેની દીકરીની સજાને લઈને સ્થિતિ સ્પષ્ટ છે. ત્યારબાદ સરકારે માન્યુ હતું કે તેને યુએઈમાં ફાંસી આપવામાં આવી છે. ભારત સરકારે કહ્યું હતું કે આ કેસમાં પરિવારને દરેક સંભવ મદદ કરવામાં આવી હતી.
- Advertisement -
રિનાશ અને મુરલીધરનને સજા: આ વર્ષે ફેબ્રૂઆરી મહિનામાં કેરલના મુળ નિવાસી મુહમ્મદ રિનાશ અરંગિલોટુ અને મુરલીધરન વલટિપલને પણ મોતની સજા આપવામાં આવી. આ બન્ને પર યુએઈમાં બે અલગ અલગ લોકોની હત્યાનો આરોપ હતો.
કેટલા ભારતીયોને મળી સજા: ભારત સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 2024 માં કુવૈત અને સાઉદી અરબમાં 3-3 ભારતીય નાગરિકોને મોતની સજા આપવામાં આવી હતી. ઝીમ્બાબ્વેમાં એકને આ સજા આપવામાં આવી હતી. 2023 માં કૂવૈત અને સાઉદી અરબમાં 5-5 ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જયારે મલેશીયામાં એક ભારતીયને મોતની સજા સંભળાવવામાં આવી હતી.
કતરમાં સજામાં ફેરફાર થયેલો: કતર પ્રશાસને ઓગસ્ટ-2022 માં પૂર્વ ભારતીય સૈનિકોની અજ્ઞાત કેસમાં ધરપકડ કરી હતી તેમાંથી 7 લોકોને છોડી દેવામાં આવ્યા હતા.
3 વર્ષમાં 8 ભારતીયો વિદેશમાં ટ્રાન્સફર: સંસદની સમિતિનાં એક રિપોર્ટ મુજબ હાલના સમયમાં અન્ડર ટ્રાયલ સહિત 10152 ભારતીયો વિદેશી જેલોમાં બંધ છે.12 એવા દેશો છે જેની જેલોમાં 100 થી વધુ જેની જેલોમાં 100 થી વધુ ભારતીયો બંધ છે. સ્થાનિક કાયદાનાં ભંગમાં સજા પામેલ આવા લોકોનાં ટ્રાન્સફરને લઈને ભારતે અત્યાર સુધીમાં 31 દેશો સાથે દ્વિપક્ષીય કરાર કર્યા છે. જે મુજબ આ કેદીઓને ભારત ટ્રાન્સફર કરી શકાય છે. પણ 3 વર્ષમાં માત્ર 8 કેદીઓની જ ભારતમાં ટ્રાન્સફર થઈ છે.આ પ્રકારનાં ટ્રાન્સફર માટે કેદીની મંજુરીની સાથે સાથે બન્ને દેશો તરફથી લીલીઝંડી જરૂરી હોય છે.



