રાજકીય પક્ષો તથા ધારાસભ્ય પ્રતિનિધિઓની બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જુનાગઢ નિકુંજકુમાર ધુળાની અધ્યક્ષતામાં માનનીય તથા વિવિધ માન્ય રાજકીય પક્ષો તથા ધારાસભ્ય પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા સ્તરે મતદાર યાદી સઘન સુધારણા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ જિલ્લામાં ડિજિટાઇઝેશન તથા અનકલેક્ટેબલ ફોર્મ્સ મળી એકંદરે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રસંગે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદાન મથકોની આખરી સુધારેલી યાદી તથા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ તૈયાર કરવામાં આવેલ અજઉ (ગેરહાજર, કાયમી સ્થળાંતર, મૃત્યુ) યાદી બુથ વાર પેન ડ્રાઈવ સ્વરૂપે અને હાર્ડ કોપીમાં હસ્તાંતરિત કરવામાં આવી હતી તેઓને યાદીમાં તેમના કોઈ વાંધા કે સૂચનો હોય તો રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું જેથી ડ્રાફટ મતદાર યાદી ચોકસાઈ પૂર્વક બની શકે કાર્યક્રમ અંતર્ગત હાલમાં જિલ્લાના 1300344 મતદારો પૈકીનો મેપિંગ કેટેગરીના 1,02,078 મતદારો છે તથા અનકલેક્ટેબલ કેટેગરીના (મૃત્યુ-52,885, ગેરહાજર-22,629, કાયમી સ્થળાંતર-69,628, ડુપ્લિકેટ-6,308 તથા અન્ય-635) મળી કુલ 1,52,085 મતદારો છે . 18 વર્ષ થી ઉપરના લોકો મતદારયાદીમાં ફોર્મ નંબર 6 ભરી પોતાનું નામ નોંધાવે તે માટે રાજકીય પક્ષોને મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું હતું તદઉપરાંત, હાલ પણનો મેપિંગ કેટેગરીના મતદારોની વિગતો શોધી તેમને યોગ્ય રીતે મેપ કરવા માટેની કામગીરી ચાલુ હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.



