વ્હોટ્સએપ્પ ચેટમાં 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી 1 વિદ્યાર્થી દીઠ દસ લાખનું નક્કી થયું
પરીક્ષાના ડે. સેન્ટર સુપરિન્ટેન્ડન્ટની ચેટથી પર્દાફાશ: ગાડીમાંથી 7 લાખ રોકડાં મળ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પંચમહાલ, તા.9
જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટની ગાડીમાંથી રૂ. 7 લાખ રોકડા મળી આવ્યા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વ્હોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું હતું. ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તુષાર ભટ્ટે પોતે પરીક્ષા સેન્ટરના સેન્ટર ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેઓ પાસે રહેલા બે ફોનની તપાસ કરવામાં આવી હતી. જેમાં બે પૈકીના એક મોબાઈલ ફોનમાંથી તપાસ દરમિયાન વ્હોટ્સએપમાં પરશુરામ રોય નામની ચેટમાં કોમ્પ્યુટર સ્ક્રીનમાંથી મોકલેલા ત્રણ ફોટા મળી આવ્યા હતા. જેમાં 11 પરીક્ષાર્થીઓનાં નામો તથા તેની સામે રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રનું સરનામું લખેલું મળી આવ્યું હતું. ત્યાર બાદ અન્ય મેસેજમાં પરીક્ષાર્થીની વિગતો મળી આવી હતી. જે બાબતે શિક્ષણ વિભાગની ટીમે પૂછતા તમામ વિગતો વડોદરાની રોય ઓવરસીસના માલિક પરશુરામ રોય નામના ઈસમે મોકલી હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -
મેસેજમાં જણાવ્યા મુજબના નામવાળા પરીક્ષાર્થીઓ અમારી સ્કૂલમાં ગઊઊઝની પરીક્ષા આપવા આવનાર છે. તેઓને પેપર સોલ્વ કરી આપવા માટે એક પરિક્ષાર્થી દીઠ રૂ. 10 લાખ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેવી હકીકત તુષાર ભટ્ટ નામના ઈસમે જિલ્લા શિક્ષણ વિભાગની ટીમને જણાવ્યું હતું. જે બાદ શિક્ષણ વિભાગની ટીમે તુષાર ભટ્ટ નામના ઇસમને અન્ય પરીક્ષાર્થીઓનું પૂછતા યોગ્ય પ્રત્યુત્તર ન આપ્યો હતો. જેથી તેઓના મોબાઈલ ફોનમાં તપાસ કરતા મોબાઈલ ફોનની ગેલેરીમાંથી બોલપેનથી લખેલું નામ, રોલ નંબર તથા થર્મલ લખેલો ફોટો મળી આવ્યો હતો. જે બાબતે પૂછતા જલારામ ગ્રૂપની થર્મલ તથા ગોધરા ખાતે આવેલા સ્કૂલમાં ગઊઊઝની પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓનાં નામ અને રોલ નંબરનું લિસ્ટ છે અને તેઓને પેપર સોલ્વ કરી આપવાનું છે, તેવી હકીકત જણાવી હતી.
કલેક્ટરે બાતમીના આધારે પરીક્ષા કેન્દ્ર પર તપાસ કરાવી
પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા કિરીટ મણિલાલ પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 5 મેના રોજ તેઓને સૂચના મળી હતી કે, ગોધરાના પરવડી ચોકડી પાસે આવેલી જય જલારામ સ્કૂલમાં ગઊઊઝની પરીક્ષા લેવાની છે, આ પરીક્ષામાં તુષાર ભટ્ટ નામનો ઇસમ ગેરરીતિ આચરનાર છે, જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી તેઓની ટીમ સાથે સવારે 10 કલાકે પરવડી ખાતે આવેલી જય જલારામ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સિપાલ ચેમ્બરમાં શાળાનો સ્ટાફ હાજર હતો. જ્યાં તમામ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તુષાર ભટ્ટ નામનો વ્યક્તિ પણ હાજર હતો.
20 પરીક્ષાર્થીઓનાં નામો વાદળી, લાલ પેનથી માર્કિંગ કરેલાં હતાં
જે બાદ તુષાર ભટ્ટ નામના ઈસમે પોતાના હાથમાં પકડી રાખેલા બે લિસ્ટ માંગતાં તેઓએ રજૂ કર્યાં હતાં. જેમાં થર્મલ ખાતે આવેલી જય જલારામ સ્કૂલ અને પરવડી ખાતે આવેલી જય જલારામ સ્કૂલનાં સેન્ટર નંબર લખ્યાં હતાં. બે લિસ્ટ પૈકી થર્મલ સેન્ટરના લિસ્ટમાં 20 પરીક્ષાર્થીઓનાં નામો વાદળી તથા લાલ કલરની પેનથી લીટી દોરી માર્કિંગ કરેલાં હતાં, જ્યારે પરવડી જય જલારામ સ્કૂલના લિસ્ટમાં 6 પરીક્ષાર્થીઓનાં નામ નીચે લાલ બોલપેનથી લીટી દોરી માર્કિંગ કરેલું મળી આવ્યું હતું. જે બંને લિસ્ટ તથા મોબાઇલ ફોનમાં વ્હોટ્સએપ તેમજ ગેલેરી એપ્લિકેશનમાંથી મળી આવેલાં નામ રોલ નંબર તથા કેન્દ્રનાં નામ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આ પરીક્ષાર્થીઓ ગઊઊઝ પરીક્ષા આપવા બેસનાર છે.