જૂનાગઢ ક્રાઇમબ્રાન્ચ દ્વારા વિસાવદરમાં જુગારના અખાડા પર દરોડો
બે વાહન સહિત 10 મોબાઇલ કુલ 26.32 લાખનો મુદ્દામાલ કબ્જે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
વિસાવદર તાલુકાના હરીપુર ગીર ગામે રહેતો વજુ વિઠ્ઠલ શિંગાળા પોતાના ખેતરના મકાનમાં જુગાર ધામ ચલાવતો હોવાની માહિતી મળતા લોકલ ક્રાઇક બ્રાંચના પીઆઇ જે.જે.પટેલની ટીમ ખેતર માલીક વજુ વિઠ્ઠલ તેમજ ઉપલેટાનો જેન્તી રામજી ડોબરીયા, રાજકોટના રણછોડ વાળી વિસ્તારનો મધુભા પથુભા જાડેજા, અમરેલી જિલ્લાના શીવડ ગામનો રામકુ દેવાયત ખવડ, રાજકોટમાં 150 રિંગ રોડ બાલાજી હોલ પાસે રહેતો અરવિંદ વશરામ ફળદુ, રાજકોટના માખાવડ ગામનો જીતેન્દ્ર મણિલાલ પટેલ, રાજકોટ 150 ફૂટ રીંગ રોડની બાજુમાં ાવલ કલ્યાણ સોસાયટીમાં રહેતો પ્રદ્ધુમનસિંહ ભાવસિંહ ઝાલા, જમન કુરજી પ્રજાપતિ, રાજકોટ, ભાવેશ રણછોડ ખાણદાર ને ઉપલેટાનો જીતેન્દ્ર છગન કપુરાને રૂા.8,20,800ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા. જુગારીઓ પાસેથી પોલીસે રોકડ, 10 મોબાઇલ ફોન અને બે વાહન મળી કુલ રૂા.26,32,800નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.