પોલીસે ઘટના સ્થળે લઇ જઈ કાયદાનું ભાન કરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ભગવતીપરામાં ટોળકીએ બે દિવસ પૂર્વે જૂની અદાવતમાં રિક્ષાચાલક ઉપર ધોળા દિવસે ઘાતક હથિયારોથી હુમલો કરી હાથ-પગ ભાંગી નાખી રિક્ષામાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો જૂની અદાવતમાં થયેલા હુમલા અંગે બી ડિવિઝન પોલીસમાં હત્યાની કોશિશ અંગે ગુનો નોંધાતા પોલીસે તાબડતોબ આ ગુનામાં સંડોવાયેલ દસ આરોપીઓને ઝડપી લઇ ઘટનાસ્થળે લઇ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
રાજકોટના ભગવતીપરામાં રહેતા સમીરભાઈ અયુબભાઇ સોરા નામનો યુવાન ગત 19 તારીખે રીક્ષા લઈને જતો હતો ત્યારે ટોળકીએ પીછો કરી ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો
- Advertisement -
જૂની અદાવતનો ખાર રાખી ધોકા-પાઇપથી હુમલો કરી સમીરના હાથ-પગ ભાંગી નાખ્યા હતા તેમજ રિક્ષામાં પણ તોડફોડ કરી હતી અને યુવકને સારવાર અર્થે ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો ઉપરોક્ત બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ. રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર ટોળકીને પકડી પાડવા બી ડિવિઝન પીઆઇ એસ આર રાણે ક્રિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે સીસીટીવી આધારે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં સંડોવાયેલ દસ આરોપીઓને ઝડપી લીધા હતા પોલીસે ગૌરાંગગીરી ઉર્ફે ગવલો અરવિંદગિરી ગોસ્વામી, જાવિદ ઉર્ફે જાવળો હનીફભાઇ સોઢા, ઉમેશ ધનજીભાઈ વિંઝવાડિયા, મિહિર જગદીશભાઈ વાઘેલા, આશિષ જગદીશભાઈ વાઘેલા, શૈલેષ ઉર્ફે ગાંડો ઉર્ફે માસ ઔચરભાઈ ડાભી, સંજય કાનજીભાઈ સારલા, ઋત્વિક ઉર્ફે ખાન મુકેશભાઈ ડાભી, કિશન સુરેશભાઈ ડાભી અને બાદલ ગોપાલભાઈ માનસુરીયાની ધરપકડ કરી હતી પોલીસે તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઈ સમગ્ર ઘટના અંગેનું રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે કાયદાનું ભાન કરાવતા જ્યાં હુમલો કર્યો હતો ત્યાં જ હાથ જોડી પોલીસે માફી મંગાવી હતી.



