આરોપી ગીતાબેન સોની વિરૂધ્ધ હર્ષલ શાહે ફરીયાદ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
- Advertisement -
રાજકોટના પદ્માવતી જ્વેલર્સના પ્રોપાઈટર હર્ષદકુમાર તારાચંદ શાહ અને વડોદરાના મહાલક્ષ્મી જવેલર્સના પ્રોપાઈટર ગીતાબેન બાલકૃષ્ણભાઈ સોની અવારનવાર ચાંદીના દાગીનાનો વેપાર કરતા હતા જેના આખરી હિસાબ પેટે આરોપી ગીતાબેન બાલકૃષ્ણભાઈ સોનીએ કુલ રૂા. 5,51,000 આપવાના હતા જેના અવેજ પેટે આપેલ રૂા. 5,51,000નો ચેક રીટર્ન થતાં પદ્માવતી જવેલર્સના પ્રોપાઈટર હર્ષદભાઈ તારાચંદ શાહ દ્વારા કોર્ટમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ કરી હતી.
આ કેસની હકીકત એવી છે કે ફરિયાદીને કુલ રૂા. 5,51,000 આપવાના હતા જે રકમ આરોપીએ થોડા સમય બાદ આપવાનું કહ્યું હતું, ત્યાર બાદ અવારનવાર ફરિયાદીએ આરોપીને પેમેન્ટની યાદી આપતા આરોપીએ અમે કોઈ પણ પ્રકારના સિલ્વર ઓરનામેન્ટસનો કોઈ માલ ખરીદેલો નથી તમો ખોટું અને બોગસ બીલ બનાવેલું છે તેવી વાત કરી પોતાની જવાબદારીમાંથી છટકવા ગલ્લા-તલ્લા કરવા લાગેલા તેમજ હું કોઈ પણ પ્રકારના પૈસા તમને નહીં આપું તેમ કહ્યું હતું.
આ કામના ફરિયાદીએ કાયદેસરની લેણી રકમની માગણી કરતાં આ કામના આરોપી દ્વારા ફરિયાદીને તેમની કાયદેસરની લેણી રકમ પેટે ચેક આપેલો અને એવું વચન આપ્યું કે ચેક અમો ફરિયાદી અમારા ખાતામાં જમા કરાવશું તો અમોને અમારી કાયદેસરની લેણી રકમ મળી જશે તેમજ અમો ફરિયાદીએ ઘણી વખત આરોપીને ચેક મુજબની રકમ તેમના ખાતામાં જમા રાખવા જણાવેલુ તેમજ આરોપીને જાણ કર્યા પછી તા. 22-3-2022ના રોજ ફરિયાદીની બેંક આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક રાજકોટના ખાતામાં ચેક જમા કરાવેલો જે ચેક તા. 22-3-2022ના રોજ એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત ફરેલો જેથી ફરિયાદીએ તેમના વકીલ મારફત તા. 28-3-2022ના રોજ લીગલ ડીમાન્ડ નોટીસ મોકલેલી જેનો આરોપીએ ઉડાઉ જવાબ આપેલો તેમજ ફરિયાદીની લેણી રકમ ચૂકવેલી નહીં.
- Advertisement -
આમ તે ચેક ફરિયાદી પોતાના ખાતામાં જમા કરાવશે તેમજ આરોપીએ ફરિયાદીને એવુ પાકુ વચન વિશ્ર્વાસ અને ખાત્રી આપી ચેક આપેલ તે પરત ફરેલ અને આરોપીએ તેમનું ખાતુ બંધ કરાવી ચેક રીટર્ન કરાવેલ હોય તે આરોપીનું કૃત્ય ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138 વગેરે મુજબનો ગુનો કરેલ છે જેથી ફરિયાદીએ ના.કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં કોર્ટ દ્વારા આરોપીને સમન્સ કરી કોર્ટમાં હાજર થવાનો હુકમ કરવામાં આવેલો છે જેમાં આરોપી ના.કોર્ટ સમક્ષ હાજર થયેલા અને સમાધાનની ખોટી વાતો કરી ફકત સમય પસાર કરેલો અને ત્યારબાદ ના.કોર્ટ સમક્ષ હાજર થયેલા નહીં જેથી ફરિયાદી તરફે કેસ આગળ ચલાવવાની અરજી કરતાં કેસ ચાલી જતાં આરોપીને ના.કોર્ટ દ્વારા 1 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો તથા આરોપી મળી આવ્યેથી એક માસમાં ફરિયાદીને ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.
આ કામમાં ફરિયાદી વતી પી. એમ. શાહ લો ફર્મના એડવોકેટ પિયુષભાઈ શાહ, અશ્ર્વિનભાઈ ગોસાઈ, નીતેશભાઈ કથીરિયા, નિવિદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, વિજયભાઈ પટગીર, ચિરાગભાઈ શાહ તથા આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઈ વાળા તથા ચિરાગભાઈ સંચાણિયા રોકાયેલા હતા.