બાળકોનું માનસિક સ્વાસ્થ્ય કથળે છે, તેમનામાં આત્મહત્યાની પ્રવૃતિ જન્માવે છે : રિપોર્ટમાં ખુલાસો
બાળકોનું બાળપણ છિનવી લે છે મોબાઈલ ફોનની લત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
- Advertisement -
અમેરિકી જર્નલ ઓફ અમેરિકન એસોસીએશન (જેએએમએ)માં પ્રકાશિત એક નવા સ્ટડી રિપોર્ટમાં દુનિયાભરના પેરેન્ટસ અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા, વિડીયો ગેમ અને મોબાઈલ ફોનનો વધતો ઉપયોગ ન માત્ર બાળકો અને કિશોરોની દિનચર્યા બદલી રહ્યા છે. બલકે તે માનસિક સ્વાસ્થ્ય પર ઉંડી અસર નાખીને આત્મહત્યાની પ્રવૃતિઓને પણ જન્મ આપી રહ્યું છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, 11 વર્ષની વય દર ત્રણ બાળકમાં એક બાળક સોશિયલ મીડિયા કે મોબાઈલ ફોનના વ્યસનનો શિકાર બની રહ્યા છે. ખૂબ જ વધુ સ્ક્રીનનો ઉપયોગ કરનાર બાળકોમાં આત્મહત્યા સંબંધીત પરિણામોનું જોખમ ઓછો ઉપયોગ કરનારાની તુલનામાં 2.14 ગણું વધુ જોવા મળ્યું હતું.
દિલ્હીની સ્થિતિ ચિંતાજનક: એમ્સના પુર્વ હેડ અને પીએસઆરઆઈ ઈન્સ્ટીટયુટ ઓફ પલ્મોનરી ક્રિટીકલ કેર એન્ડ સમય મેડિસીનના ચેરમેન ડો. જી.સી.ખિલનાનીએ દાવો કર્યો હતો કે દિલ્હીના 98 ટકા કિશોરો સ્ક્રીન આધારિત મીડિયાનો ઉપયોગ કરે છે અને તેમાંથી 68 ટકા દરરોજ સરેરાશ 3.8 કલાક સ્ક્રીન પર વીતાવે છે, જે ગાઈડલાઈનના બે કલાક વધુ છે.
કેવી સમસ્યાઓ પેદા થઈ રહી છે: બાળકોને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા પેદા થાય છે. સોશિયલ મીડિયા, વિયો ગેમ અને મોબાઈલે તેમના રૂટીન બદલી નાખ્યા છે.
ડો. ખિલનાની કહે છે કે, સ્ક્રીનનો ઉપયોગ રોજે બે કલાકથી ઓછો રાખવો. સૂવાના એક કલાક માટે સ્ક્રીન બંધ કરી દેવો. બેડરૂમને સ્ક્રીન ફ્રી ઝોન બનાવવો. નિયમિત નીંદર લો અને આઉટડોર (બહારની) ગતિવિધિને પ્રોત્સાહન આપો.
આજકાલ ઘણા માતા-પિતા બાળકોને શાંત રાખવા તેના હાથમાં મોબાઈલ પકડાવી વિડીયો દેખાડે છે. આ વ્યસનની શરૂઆત છે, જે ભવિષ્યમાં ખતરનાક પરિણામ લાવી શકે છે.