ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનનાં તાળા તોડી રૂપિયા 1.90 લાખની મત્તાની ચોરી કરી ગયા હતાં. તેમજ વંથલીનાં કોયલી ગામની સીમમાંથી ખેતીનાં ઓજાર અને સાધનોની ચોરી થઇ છે. બનાવની મળતી વિગત મુજબના સરદારબાગ પાછળ આવેલા અમન પાર્કમાં રહેતા શકીલ એહમદ મુન્શી અને તેના પરિવારજનો તાળા મારી બહારગામ ગયા હતા. બાદમાં અજાણ્યા શખ્સોએ તેના બંધ મકાનનો લોક તોડી બે રૂમમાં રાખેલા કબાટમાંથી 1.05 લાખ રોકડા, પાંચ નંગ બુટી, સોનાના ચાર દાણા, પાટલા, ચાંદીના પાયલ સહિત કુલ 1.90 લાખનો મુદામાલ ચોરી ગયા હતા.શકીલભાઇ પરત ઘરે આવતા ચોરી થયાની જાણ થઇ હતી. આ અંગે તેઓએ સી ડિવીઝનમાં ફરીયાદ કરતા અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવયો છે. આ ઉપરાંત કોયલી ગામની સીમમાં કિરણભાઇ વલ્લભભાઇ ઘોડાસરા અને અન્ય ખેડૂતની વાડીમાંથી અજાણ્યા શખ્સો ઓરડીઓમાંથી ખેતીના પંપ તથા પટી કેબલ તથા પંપની નોઝલો વગેરે ખેતીના સરસામાન મળી કુલ રૂપિયા 31450ની મત્તાની ચોરી કરી ગયા હતાં.
જૂનાગઢમાં બંધ મકાનમાંથી 1.90 લાખની મત્તાની ચોરી
