ખાસ-ખબર સંવાદદાતા
માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મે-2021 થી ઓકટોબર-2022 સુધીના અલગ અલગ ગુન્હામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબાવાળી જમીન જખરીયા પાટી ખાતે માળીયાના કુલ 40 ગુન્હામાં પકડાયેલ રૂ. 1,59,78,529 ની કિંમતની વિદેશી દારૂની નાની મોટી 50,847 બોટલોનો નાશ કરાયો હતો. આ વેળાએ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ એચ.કે.આચાર્ય, નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા, નશાબંધી અને આબકારી વિભાગના પીએસઆઈ વિજયસિંહ ચૌહાણ, સી.પી.આઈ મોરબી એન.એ.વસાવા તથા પીએસઆઈ એમ.પી.સોનારાની ઉપસ્થિતિ રહી હતી.
માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા 1.59 કરોડના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દેવાયું
