ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાના રૂટના બોરદેવી ગેઇટથી ખોડીયાર ઘોડી સુધીના વિસ્તારમાં વન વિભાગના 20 જેટલા શ્રમિકોને દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજિત 1 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉત્તર પરીક્ષેત્ર, જૂનાગઢએ તેમના કાર્યવિસ્તારમાં પાટવડ રાઉન્ડમાં આવતા હથેળીથી સરકડીયા પરિક્રમા રૂટ ખાતે વન વિભાગના સ્ટાફ અને મેંદાપરા તથા માલીડા ગામના 14 જેટલા ગ્રામજનોએ સફાઇની કામગીરી કરી અંદાજિત 0.5 ટન ગિરનાર જંગલ વિસ્તારમાંથી પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવાની કામગીરી ચાલુ છે.
આમ, વન વિભાગના સ્ટાફ, શ્રમિકો, આસપાસના ગામ લોકો સાથે મળી અંદાજિત 1.5 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર 1.5 ટન કચરાનો નિકાલ કરાયો
