જૂનાગઢની 179 આંગણવાડીમાંથી 125 ભાડાનાં મકાનમાં
દરેક આંગણવાડીને મહિને એક હજાર રૂપિયા ભાડું ચૂકવાય છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાએ જિલ્લા પંચાયત પાસેથી આંગણવાડીનો કબજો સંભાળી લીધો છે. જૂનાગઢમાં 179 આંગણવાડી છે. તેમાંથી 125 આંગણવાડી ભાડાનાં મકાનમાં ચાલે છે. તેના માટે મહિને 1.25 લાખ રૂપિયા ભાડુ ચૂકવવામાં આવે છે. બીજી તરફ જૂનાગઢમાં અનેક જગ્યાને ભવન બનેલા છે. પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. જૂનાગઢનાં ઝાંઝરડામાં આવેલા આંગણવાડી ભવન ફરતે તો બાવળ ઉગી નિકળ્યાં છે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા 179 આંગણવાડીનો વહીવટ કરવામાં આવી રહ્યો છે. આંગણવાડીનાં વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ જૂનાગઢ મહાનગર પાલીકા પાસે આંગણવાડી માટે પુરતા ભવન ન હોવાનાં કારણે ભાડેથી મકાન રાખવા પડી રહ્યાં છે. જૂનાગઢમાં એક આંગણવાડીને ભાડાનાં રૂપિયા એક હજાર ચૂકવવામાં આવી રહ્યાં છે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં 179 આંગણવાડી છે, તે પૈકી 125 આંગણવાડી ભાડાનાં મકાનમાં ચાલી રહી છે. મનપા મહિને એક લાખ 25 હજાર રૂપિયા ભાડુ ચૂકવી રહી છે. બીજી તરફ જૂનાગઢનાં કેટલાક વિસ્તારમાં આંગણવાડીનાં ભવન બનાવવામાં આવ્યાં છે. પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. આવા ભવનને તાળા છે. જૂનાગઢનાં ઝાંઝડરામાં પાણીનાં ટાકાની બાજુમાં એક આંગણવાડી છે. અહીં તાળા છે. તેમજ આંગણવાડીનાં ભવનની આસપાસ બાળવ ઉગી નિકળ્યાં છે. આંગણવાડીનું મેદાન પણ નથી. આસપાસમાં નહી જુવ પણ મુશ્કેલ છે. વારતહેવાર આંગણવાડી ખોલવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.
શહેરમાં ભાડું વધારી 4 હજાર કરવાની તૈયારી
જૂનાગઢ શહેરમાં એક હજાર રૂપિયામં મકાન મળતું નથી. જેના કારણે અનેક વિસ્તારમાં આંગણવાડી ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. શહેરમાં ભાડાનું મકાન સરળતાથી મળી રહે તે માટે શહેરમાં ભાડામાં વધારો કરવાની તૈયારી ચાલી રહી છે. શહેરમાં ભાડુ વધારી 4 હજાર રૂપિયા કરવામાં આવશે તેવી સંભાવનાં છે. જોકે ભાડાનાં વધારા અંગે વિચારણા ચાલી રહી છે. હજુ કોઇ નિર્ણય કરાયો નથી.
ભવન બનાવવામાં સૌથી મોટી સમસ્યા ગામતળની
જૂનાગઢમાં આંગણવાડી ભવન બનાવવામાં સૌથી મોટી સમસ્યા ગામતળની જમીનની છે. જૂનાગઢ કોર્પોરેશન બન્યાં બાદ સાત જેટલા ગામ ભેળવવામાં આવ્યાં હતાં. આ ગામની જમીન હજુ સરકાર હસ્તક છે. જેના કારણે અહીં આંગણવાડી ભવન કે અન્ય સરકારી ભવન માટે કલેકટર કેચરીમાંથી મંજુરી લેવી પડે છે. તેમજ તેના માટે ચોક્કસ રકમ ભરવી પડે છે. પરિણામે ભવન બનાવવામાં મુશ્કેલી પડી રહી છે.
- Advertisement -
કાલે સ્થાયી સમિતિમાં આંગણવાડી નવા ભવનની ચર્ચા થશે
જૂનાગઢ મહાપાલીકા દ્વારા શહેરમાં આંગણાવાડી ભવન બનાવવામાં આવનાર છે. આ અંગે કમિશ્ર્નર દ્વારા સ્થાયી સમિતીને દરખાસ્ત કરી છે. 21.64 લાખનાં ખર્ચે આંગણાડી ભવન માટે રકમ મંજૂર કરવામાં દરખાસ્ત કરાઈ છે. કાલે સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત અંગે જરૂરી ચર્ચા કરી નિર્ણય કરાશે.