નવી દિલ્હી : ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways- MoRTH)એ પ્રીફિટેડ બેટરી વગરના ઈલેક્ટ્રીક વાહનોના રજિસ્ટ્રેશનની મંજૂરી આપી છે. એટલે કે, ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનના વેચાણ અને રજિસ્ટ્રેશન બેટરી વગર પણ થઈ શકશે. ઈલેક્ટ્રીક વાહનના કુલ ખર્ચમાં બેટરીની કિંમત 30થી 40 ટકા હોય છે.
સરકારના નિર્મયથી આ વાહનોની અપફ્રન્ટ કોસ્ટ ઓછી થઈ જશે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન સચિવોને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, ટેસ્ટ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રકાર એપ્રુવલ પ્રમામપત્રના આધાર પર બેટરી વગર વાહનોને વેચવામાં તથા રજિસ્ટ્રેશન કરી શકાશે. આ સિવાય, રજિસ્ટ્રેશનના ઉદ્દેશ્ય માટે મેક/ટાઈપ અથવા બેટરીના કોઈ અન્ય વિગતોની આવશ્યકતા નથી.
- Advertisement -
જોકે, ઈલેક્ટ્રીક વ્હીકલના પ્રોટોટાઈપ અને બેટરી (નિયમીત બેટરી અથવા સ્વૈપેબલ બેટરી)ને કેન્દ્રીય મોટર વાહન નિયમ, 1989ના નિયમ 126 હેઠળ વિગત પરિક્ષણ એજન્સીઓ દ્વારા એપ્રુવલ કરવાનું આવશ્યક છે. આ પણ વાંચો – સરકારની મોટી ચેતવણી! આ નંબર પરથી ફોન આવે તો ઉઠાવવાથી બચો, નહીં તો ખાલી થઈ શકે છે બેન્ક બેલેન્સ સરકાર દેશમાં ઈલેક્ટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે એક ઈકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
વાહનોના પ્રદૂષણ અને તેલ આયાત બિલને ઓછુ કરવા માટે વ્યાપક રાષ્ટ્રીય એજન્ડાને પ્રાપ્ત કરવા માટે સંયુક્ત રૂપથી કામ કરવાનો સમય આવી ગયો છે. આનાથી માત્ર પર્યાવરણની જ રક્ષા કે આયાત બિલ જ ઓછુ નહીં થાય પરંતુ ઉભરી રહેલા ઉદ્યોગોને પણ અવસર પ્રદાન થશે. ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયે વાહન ખર્ચમાંથી બેટરીના ખર્ચ (જે કુલ ખર્ચનો 30થી 40 ટકા ભાગ છે) અલગ કરવાની ભલામણ કરી હતી. આ પ્રકારે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો બજારમાં બેટરી વગર વેચી શકાશે. .
તેનાથી ઈલેક્ટ્રીકલ 2 વ્હીલર અને થ્રી-વ્હીલરની અપપ્રન્ટ કોસ્ટ ICE 2 અને 3Wથી ઓછી થઈ જશે. બેટરીને અલગથી OEM અથવા એનર્જી સર્વિસ પ્રોવાઈડર દ્વારા ઉપલબ્ધ કરાવી શકાય છે.