બાલભવન ખાતે સાંસ્કૃતિક રાસ-ગરબામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવારના સભ્યો મન મૂકીને ઝૂમ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરમાં નવરાત્રી પર્વની દિવ્ય-ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
- Advertisement -
શહેરના બાલભવન ખાતે સરસ્વતી શિશુમંદિરના ત્રણેય સંકુલો મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા વિભાગ દ્વારા નારીશક્તિના મહિમાને ઉજાગર કરવા તથા માતૃશક્તિને ભાવવંદના અર્પણ કરવા સાંસ્કૃતિક રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓ, વાલીઓ, આચાર્યો, પ્રધાનચાર્યો વગેરેએ નવશક્તિની આરાધના અને ભક્તિના કાર્યક્રમમાં ભાગ લઈ નવરાત્રી પર્વની રંગારંગ ઉજવણી કરી હતી.
બાલભવન ખાતે આયોજિત સરસ્વતી શિશુમંદિરના સાંસ્કૃતિક રાસ-ગરબાની શરૂઆત શાળાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, ટ્રસ્ટીશ્રીઓ અનિલભાઈ કિંગર, સમીરભાઈ પંડિત, રક્ષિતભાઈ પટેલ દ્વારા સપરિવાર ઉપસ્થિત રહીને મા અંબાની આરતી-સ્તુતિ દ્વારા કરાવવામાં આવી હતી.
માતાજીની આરતી-સ્તુતિ બાદ સરસ્વતી શિશુમંદિર પરિવારના આશરે 3500 જેટલા સભ્યો પરંપરાગત વસ્ત્રોમાં ગરબી, ગરબા, દાંડિયા રાસની રંગત સાથે બાલભવનના ગ્રાઉન્ડમાં ઝૂમી ઉઠ્યા હતા.



