શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાને લેખિતમાં મિશન માતૃભૂમિએ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી
પ્રાથમિક શાળા તોડી પાડી તેના ઈમલાનું ટેન્ડર બહાર પાડવાનું હોય છે પરંતુ તેને બારોબાર વેંચી દીધાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરકાર અને શિક્ષણ મંત્રાલય નાના ગરીબ અને જરૂરીયાત જરૂરીયાતમંદ અને શિક્ષણથી વંચિત રહેતા તમામને યોગ્ય શિક્ષણ મળી રહે તે હેતુથી સરકાર પરિશ્રમ કરતી હોય છે તથા સરકાર દ્વારા પણ શિક્ષણ ને લગતા ઘણા ફેરબદલ કરી અને નાના વર્ગ અને બાળકોને યોગ્ય શિક્ષણ સુવિધા મળી રહે તે હેતુથી કાર્ય કરતા હોય છે અને જેથી ગુજરાતની જાહેર જનતા સરકારનાં પ્રયાસો કાર્યથી પ્રભાવિત થયેલી છે.
સમગ્ર મામલે મિશન માતૃભૂમિએ ખુલાસા સાથે કહ્યુ હતુ કે પોરબંદર જિલ્લાનું રાણાબોરડી ગામમાં એક પ્રાથમિક શાળા હતી જે ખૂબ જૂનવાણી હતી અને એમાં રહેલ ઈમલો એટલે કે લાકડું, નળિયા પાટુ, પીઢિયા અને પથ્થરો જે ખૂબ કીંમતી હતા તે પથ્થરો જયારે માધ્યમિક શાળાની મંજૂરી મળતા જૂની પ્રાથમિક શાળાને તોડી પાડવામાં આવી હતી જે પ્રાથમિક શાળાના આ તમામ ઈમલાને સરકારના જવાબદાર અધિકારીઓની હાજરીમાં અને સમગ્ર દેખરેખ હેઠળ અને ઈમલોનું (સરકારી સંપતિ) ટેન્ડર બહાર પાડવાનું હોય છે. અથવા તો જાહેર હરાજીનું આયોજન કરી સરકારી સંપતિની યોગ્ય કિંમત સરકારને મળી રહે તે હેતુથી કાર્ય થતા હોય છે પરંતુ રાણા બોરડી ગામમાં આવેલી પૂર્વ પ્રાથમિક શાળા તોડી પાડવામાં આવી તે તમામ કિંમતી પથ્થરો ટેબલ ખુરશી, પાટુ, પીઢિયા, લાકડું, બારી- દરવાજા નળિયા વગેરે સહીતનો ઈમલો સરકારમાં જમા કરાવવાને બદલે બારોબાર વેચી મારવાની સંપૂર્ણપણે સંભાવના છે હાલમાં પણ આ તમામ મુદ્દામાલ અને ઈમલો કયાં ગયો તે કોઈને ખબર નથી અને રાણા બોરડીની આ પ્રાથમિક શાળાના ઈમલો બાબતમાં સ્થાનિક સરપંચની ભૂમિકા હોય તેવી પૂર્ણ સંભાવના છે.
- Advertisement -
વધુમાં મિશન માતૃભૂમિએ જણાવ્યુ હતુ કે, રાણાબોરડી ગ્રામ પંચાયત ગ્રાન્ટ મામલે કેન્દ્ર સરકાર અને રાજય સરકારમાં પણ ફરિયાદ થયેલી છે અને સમગ્ર કૌભાંડ મામલે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ તપાસો થઈ રહી છે જે બાબત વઘુમાં પ્રાથમિક શાળામાં પણ કૌભાંડ થયેલું છે ઈનપુટ અને યોગ્ય સંબંધિત જાણ થતાં જ ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા અને રાજ્યકક્ષાનાં ઉચ્ચ અધીકારીઓને રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે અને તોડી પાડવામાં આવેલ પ્રાથમિક શાળા ઈમલો (સરકારી સંપતિ) જેમ કે ટેબલ, ખુરશી, પાટી પીઢિયા, કિંમતી પથ્થર, લાકડું, બારી, દરવાજા, નળીયા સહિત તમામ કોના દ્વારા અને કોણે બહાર વેચી મારેલું છે તે તમામની યોગ્ય દિશામાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગણી કરવામાં આવેલી છે.
વધુમાં મિશન માતૃભૂમિની ટીમ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા ની રૂબરૂ મુલાકાત કરી અને રજૂઆત કરી હતી અને શિક્ષણ મંત્રીએ સંપૂર્ણ ખાતરી આપી હતી કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવશે અને જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે જેની ખાતરી આપતા જ મિશન માતૃભૂમિ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા નો આભાર માનીને વિનમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણથી વંચિત રહેનાર તમામ વર્ગને ન્યાયિક કાર્યવાહી થાય તેવી વિનંતી પણ કરવામાં આવી હતી.