ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં : મહારાજા અને મહારાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 33 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 10 લોકોના કોરોનાથી મોત નીપજ્યાં છે. કોડીનાર, ગોંડલ, કાલાવડ, સુરેન્દ્રનગર, જૂનાગઢના 1-1 અને રાજકોટના 5 દર્દીના મોત નિપજ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 1900થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ગોંડલના મહારાજા અને મહારાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગોંડલના મહારાજા સાહેબ અને મહારાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોંડલના હઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા અને મહારાણીને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે પેલેસના કર્મચારીઓને પણ ક્વોરન્ટીન કરવાની તજવીજ હાથ ધરી છે.