ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના મેયરના પર્સનલ સેક્રેટરી તરીકે પ્રથમ વખત મૂકાયેલા આસિસ્ટન્ટ મેનેજર કક્ષાના અધિકારી વિપુલ ઘોણીયાની ઇન્ચાર્જ આસિ.કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. કોર્પોરેશનમાં ડે.કમિશનર હેડ કવાર્ટરની જગ્યા ઉભી કરાયા બાદ આસિ. કમિશનર ફાળવાયા છે. જોકે હાલ તેઓ અન્ય અધિકારીનો હુકમ ન થાય ત્યાં સુધી બંને વિભાગમાં કામ સંભાળશે. વિપુલ ઘોણીયાને સેક્રેટરી વિભાગ ખાતે હવાલા તરીકેની સેવાઓ પૂર્ણ કરી હેડકવાર્ટર ડે.કમિશનરના ઈન્ચાર્જ આસિ. કમિશનર(હેડ ક્વાર્ટર) તરીકેની કામગીરીનો ચાર્જ સુપ્રત કરવાનો હુકમ કરાયો છે. ડે.કમિશનરની નવી જગ્યા હેઠળ પણ નવું સેટઅપ બનશે. ઉલ્લેખનીય છે કે પદાધિકારીઓ હેઠળ મેનેજર કક્ષાના અધિકારીની નવી ટર્મમાં પ્રથમ વખત નિમણુંક કરાઇ હતી. તે અગાઉ શાખાના સિનીયર કર્મચારી અને અધિકારીઓને જ ‘પી.એ.’ બનાવવામાં આવતા હતા. પ્રથમ વખત પીએસની નિમણુંક કરાઇ હતી. તે જગ્યા હાલ ખાલી પડી છે.
મેયરના PI વિપુલ ઘોણીયા મદદનીશ કમિશનર બન્યા
