બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચી. ત્યાં તેમણે ભગવાન મહાકાળના દર્શન કર્યા. આ સમયે બોલિવુડ અભિનેત્રી રવીના ટંડને ગર્ભગૃહમાં પહોંચીને ભગવાન મહાકાળનો અભિષેક પણ કર્યો. રવીનાએ કહ્યું કે તેમણે બધાની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી છે.
બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચી હતી. અહીં તેણે ભગવાન મહાકાલના દર્શન કર્યા. સાથે જ બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડને ગર્ભગૃહમાં પહોંચીને ભગવાન મહાકાલનો અભિષેક પણ કર્યો.
- Advertisement -
View this post on Instagram- Advertisement -
રવીના ટંડને કરી મંદિરમાં પૂજા-અર્ચના
મંદિરના ગર્ભગૃહમાં પૂજારી બાલાગુરૂએ રવીના ટંડનને પણ મહાકલની પૂજા-અર્ચના કરાવી. જણાવી દઈએ કે રવીના ટંડન લગભગ અડધો કલાક સુધી મંદિરમાં રોકાઈ. ત્યાં તેણે નંદી હોલમાં બેસીને ધ્યાન પણ કર્યું. સાથે જ મંદિરના પુજારીએ રવીના ટંડનના મસ્તક પર ચંદનનું ત્રિપુંડ લગાવીને સફળતાનો આશીર્વાદ આપ્યો હતો.
ભગવાન મહાકાલના દર્શન બાદ તેમણે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી. રવીના ટંડને જણાવ્યું કે તેણે ભગવાન મહાકાલ પાસે એ મનોકામના કરી છે કે બધા ખુશ રહે. તેમણે કહ્યું કે અહીં આવીને મને સારૂ લાગી રહ્યું છે અને ભગવાનના દર્શન પણ સારી રીતે થયા છે.
View this post on Instagramજોકે જ્યારે રવીનાને તેની નવી ફિલ્મને લઈને પુછવામાં આવ્યું તો તેણે ફક્ત એટલું જ જણાવ્યું કે મંદિરમાં ફિલ્મની વાત કરીશું તો કઈ રીતે ચાલશે.



