દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખથી વધુ ખેડૂતોને રૂ. 48 કરોડની સહાય આપવાનો નિર્યણ લેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ – 25મી ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખથી વધુ ખેડૂતોને રૂ. 48 કરોડની સહાય આપવાનું જાહેર કર્યું છે. ગુજરાત અને કદાચ તો ભારતનાં ઈતિહાસમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પોત્સાહન આપવા તેમજ પ્રાકૃતિક કૃષિ મારફત ખેડૂતોની આવક બમણી કરવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આ સૌ પ્રથમ પ્રશંસનીય પ્રયાસ છે. જગતનો તાત ખરા અર્થમાં તાત બને તે દિશામાં નિર્ધાર કરીને રૂપાણી સરકારે સમયબદ્ધ આયોજન કર્યું છે. ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફવાળીને હરિતક્રાંતિમાં પણ દેશભરમાં ગુજરાત રોલ મોડલ બનશે તેવું લાગી રહ્યું છે. કૃષિ સંસ્કૃતિનાં હિતેચ્છુ અને હિમાયતી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા મળેલી આર્થિક સહાયથી રાજ્યનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે, દેશી ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટેની સહાય ખેડૂતો માટે નવી આશાનું કિરણ લાવશે. રૂપાણી સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવતા જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થશે એ વધુમાં. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહે છે, જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે. લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવા કરવાનો લાભ પણ થશે. આ યોજના અંતર્ગત અંદાજે 1 લાખથી વધુ ખેડૂતોને આવરી લેવા માટે રૂ. 48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ કે, પ્રત્યેક ખેડૂતને અંદાજીત 4800ની સહાય આપવામાં આવશે. રૂપાણી સરકારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયનો નિભાવ ખર્ચ અને પ્રાકૃતિક કૃષિ કીટ યોજના લાગુ કરી રાજ્યનો ખેડૂત ઝીરો બજેટની ખેતી કરતો થાય એવું નક્કર આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ લીધો છે તેને સાકાર કરવામાં પ્રાકૃતિક કૃષિ સ્વયં રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ બની રહશે એટલું જ નહીં રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી લોકોના સ્વાસ્થ્યને થતી હાનિને અટકાવી શકાશે. આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયત્નોથી ઘણા ફાયદાઓ થશે. વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખથી વધુ ખેડૂતોને રૂ. 48 કરોડની સહાય આપવાનું જાહેર કર્યું છે. આ સહાય પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાયના છાણ અને ગૌ મૂત્રની મદદથી બનતા કુદરતી ખાતર જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા માટે ઉપયોગી સાબિત થશે એટલું જ નહીં તે ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે નવું બળ પણ પૂરું પાડશે. ગુજરાતનાં ખેડૂતો રસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા જમીનની ફળદ્રુપતા વધશે. જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થશે તેમજ દેશી ગાયનું જતન-સંવર્ધન પણ થશે. એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. આ પદ્ધતિમાં કૃષિ ખર્ચ નહીવત હોવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે એ પણ નક્કી છે. એક વાત યાદ રાખવા જેવી છે કે, ખેતી સુખી તો ખેડૂત સુખી, ખેડૂત સુખી તો ગામડું સુખી અને ગામડું સુખી તો દેશ સમૃદ્ધ થશે.
ગાય આધારિત ખેતીથી ખેડૂતોને ફાયદો થશે, પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધશે
આપણા દેશમાં રોગો આવાનું કારણ સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતર છે. જ્યારે ગાય આધારિત ખેતી કરવામાં આવશે તો ખેડૂતોને ફાયદો થશે ઓર્ગોનિક ખેતીનું પ્રમાણ વધશે. ભૂતકાળમાં ગાયોનું મહત્વ ખૂબ જ હતું. શહેરીકરણથી પશુપાલન ઘટ્યું છે. આ દિશામાં ખેડૂતોની રુચિ ફરી ગાય આધારિત ખેતી અને પશુપાલનમાં વધે એ માટે સરકારે ટ્રેકટર જેમ જ બળદથી થતી ખેતીમાં સબસીડી આપવાની જરૂર છે. દેખાદેખીની દુનિયામાં રાસાયણિક ખાતરવાળી ખેતી ખેડૂત મૂકી નહીં શકે અને ગાય આધારિત ખેતી અપનાવી નહીં શકે એ માટે ઘણા શોધ, સંશોધન અને સહાયની જરૂર છે. ભૂતકાળમાં પણ ગાય આધારિત જ ખેતી કરવામાં આવતી હતી હાલ આ જ પદ્ધતિને ફરી પ્રોત્સાહિત કરવા વધુને વધુ યોજનાને કાર્યરત કરવી જરૂરી છે. ખાસ કરીને ખેડૂતોને ગાય આધારિત ખેતી કરવા બદલ યોગ્ય વળતર મળવું જોઈએ. – દિલીપભાઈ સખીયા, પ્રમુખ-કિસાન સંઘ
- Advertisement -
ગાય આધારિત ખેતી સૌથી સફળ કૃષિ પદ્ધતિ માનવામાં આવે છ
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય આપતી યોજનાથી કૃષિમાં રાસાયણિક ખાતરો – જંતુનાશક ઝેરનો વધતો વપરાશ ઘટશે અને ખેતીમાં થતા ખર્ચને પણ અટકાવી શકાશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરાયેલો આ નિર્ધાર ગુજરાતના કિસાનોને ખુબ જ ફાયદાકારક રહેશે. કિસાનો અને રાષ્ટ્રની અન્ન-આરોગ્ય-ધનથી આબાદી થશે. મને બાળપણથી જ તમામ કૃષિ કાર્યોનો જાત અનુભવ છે. મને 2004ની સાલમાં ગાય આધારિત ખેતી કરવાની અંત:સ્ફૂરણા થઈ. વર્ષ 2006માં પગાય આધારિત કૃષિ – ઝેર મુક્ત જિંદગીથ નામનું પુસ્તક પણ લખ્યું છે. ગાય આધારિત કૃષિ કિસાન – ગૌવંશ – જીવશ્રુષ્ટિ, પર્યાવરણ અને રાષ્ટ્રની સુરક્ષા તથા આબાદીની સૌથી સફળ કૃષિ પદ્ધતિ છે અર્થી રાષ્ટ્ર અબે વિશ્વ કૃષિનું ઉજ્જવળ ભવિષ્ય છે. – મનસુખભાઈ સુવાગીયા, કૃષિ તજજ્ઞ
ગાય આધારિત ખેતીથી અમૃતને ઝેર બનતું અટકાવી શકાય છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ખૂબ ખૂબ આભાર. જે ખેડૂતો ઉઅઙ અને યુરિયા ખાતર નથી વાપરતા તેવા ખેડૂતોનું રાષ્ટ્ર માટે ઘણું મોટું યોગદાન છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવી છે તેનાથી આખા દેશમાં અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો માનવજાત ઝેરમુક્ત થશે અને લોકો ઝેરમુક્ત જીવન જીવી શકશે, પ્રાકૃતિક જીવન જીવી શકશે. નિર્દોષ લોકો આરોગ્યમય બનશે. વધુમાં ગાય આધારિત ખેતીથી અમૃતને ઝેર બનતું અટકાવી શકાય છે. ગાય આધારિત ખેતીમાં આપણા રાજ્યપાલશ્રી પણ અગ્રેસર છે તેમનો પણ આભાર. પ્રાકૃતિક ખેતીને આધારે અપાતી સહાયથી ખેડૂતોને ફાયદો થશે, પ્રકૃતિ બચશે અને લોકો ઝેરમુક્ત જીવન જીવશે. ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ પગલાંની હું સરાહના કરૂં છું. – પરસોત્તમભાઈ સીદપરા, જામકા